આ શક્તિશાળી નેતાને મળ્યા બાદ કિમ જોંગનું માથું ભમી ગયું? દુનિયાભરમાં ખળભળાટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ અચાનક જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના ઈરાદામાં ફરીથી બદલાવ જોવા મળતા દુનિયામાં ચકચાર મચી છે.

આ શક્તિશાળી નેતાને મળ્યા બાદ કિમ જોંગનું માથું ભમી ગયું? દુનિયાભરમાં ખળભળાટ

સિયોલ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ અચાનક જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના ઈરાદામાં ફરીથી બદલાવ જોવા મળતા દુનિયામાં ચકચાર મચી છે. ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ કિમ જોંગે હથિયારોના પરિક્ષણ પર રોક લગાવી હતી. પરંતુ પુતિન સાથે સફળ વાતચીત બાદ અચાનક જ ઉત્તર કોરિયાએ ઘાતક હથિયારોનું પરિક્ષણ ફરીથી શરૂ કરી દેતા ખળભળાટ શરૂ થઈ ગયો છે. ઉત્તર કોરિયાએ કિમ જોંગ ઉનની નિગરાણીમાં લાંબા અંતરવાળી અનેક રોકેટ લોન્ચર્સ અને વ્યુહાત્મક હથિયારોનું પરિક્ષણ કર્યું છે. 

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે આ અભ્યાસ શનિવારે કરાયો. ઉત્તર કોરિયાએ પ્રક્ષેપાસ્ત્રોનું પણ પરિક્ષણ કર્યું કે જે એક વર્ષથી વધુ સમયમાં પ્યોંગયોંગ દ્વારા પ્રક્ષેપિત પહેલી ઓછા અંતરવાળી મિસાઈલ બની શકે છે. પ્યોંગયોંગની આ કાર્યવાહીથી પ્રતિત થાય છે કે તે પેન્ડિંગ પડેલી પરમાણુ વાર્તાને લઈને વોશિંગ્ટન પર દબાણ સર્જવા માંગે છે. 

क्या फिर से फिर गया है किम जोंग उन का माथा? रॉकेट का परीक्षण कर जताया अपना इरादा

કેસીએનએ એ કહ્યું કે આ અભ્યાસનો હેતુ સરહદી વિસ્તારો અને પૂર્વ મોરચા પર લાંબા અંતરના રોકેટ લોન્ચરો અને વ્યુહાત્મક હથિયારોની કામ કરવાની ક્ષમતા તથા હુમલો કરવાની સટીકતાનું અનુમાન લગાવવાનો હતો. તેમણે કહ્યું કે આ અભ્યાસ પૂર્વી સમુદ્રમાં કરાયો જેને જાપાનનો સાગર પણ કહે છે. 

પુતિન સાથે મુલાકાત બાદ પછી તરત કરાયું મિસાઈલ ટેસ્ટિંગ
27 એપ્રિલના રોજ પુતિન સાથે મુલાકાત કર્યા બાદ કિમ જોંગ દેશ પરત ફર્યા અને તરત જ પૂર્વ સાગરમાં ઓછા અંતરની મારક ક્ષમતાવાળી મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું. સમાચાર એજન્સી એફેના જણાવ્યાં મુજબ જેસીએસએ જણાવ્યું કે અજાણી મિસાઈલોનું સવાર 9.06 અને 9.27 વાગ્યાની વચ્ચે ઉત્તર કોરિયાના પૂર્વ કાંઠાના હોદો પ્રાયદ્વીપના વોનસનની પાસે જ પરિક્ષણ કરવામાં આવ્યું.  અત્રે જણાવવાનું કે આ પરિક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય કોરિયાઈ પ્રાયદ્વીપના પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને વાતચીત કરી રહ્યો છે. 

પુતિન સાથે કિમે શું વાત કરી
કેસીએનએ એજન્સીના જણાવ્યાં મુજબ કિમ જોંગ અને પુતિન વચ્ચે ફેબ્રુઆરીમાં હનોઈ શિખર સંમેલન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કિમની પહેલી વિદેશ યાત્રા ઉપર પણ ચર્ચા થઈ. આ વાર્તા કોઈ પણ  Nuclear representation process પર કોઈ પણ સંધિ વગર અચાનક જ સમાપ્ત થઈ ગઈ. 

શુક્રવારે કેસીએનએ દ્વારા પુતિન સાથે બેઠક દરમિયાન કિમ દ્વારા કરાયેલી ટિપ્પણીઓને ઉજાગર કરાઈ. જેમાં તેમણે હનોઈમાં શિખર સંમેલનની નિષ્ફળતા માટે એકતરફી સ્થિતિ બનાવી રાખવા બદલ અમેરિકાને દોષિત ઠેરવ્યું અને ચેતવણી આપી કે તેમનો દેશ કોઈ પણ સંભવિત સ્થિતિ માટે તૈયાર છે. પુતિને ઉત્તર કોરિયાઈ શાસનના એક અન્ય મહત્વપૂર્ણ ભાગીદારની સ્થિતિને અનુરૂપ પ્યોંગયોંગ દ્વારા નિરસ્ત્રીકરણના બદલે સુરક્ષા ગેરંટીની આવશ્યકતા માટે સમર્થન આપ્યું. પુતિને કહ્યું કે પ્યોંગયોંગને ફક્ત સુરક્ષા ગેરંટીની જરૂર છે, અને અમેરિકાએ રચનાત્મક સંવાદ માટે પોતાની ઈચ્છા દર્શાવવાની જરૂર છે. 

પુતિન ઉત્તર કોરિયાના નિરસ્ત્રીકરણના બદલે સુરક્ષાની ગેરંટી સુનિશ્ચિત કરવા માટે ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, અમેરિકા, જાપાન અને રશિયા મળીને 6 પક્ષીય વાર્તાને પુર્નજીવિત કરવાના સમર્થનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news