શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટ: 200 મૌલાના સહિત 600 લોકોની હકાલપટ્ટી
શ્રીલંકામાં 2 અઠવાડીયા બાદ સોમવારે શાળાઓ ખુલશે, નવા સત્રથી સુરક્ષા માટે વિશેષ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે
Trending Photos
કોલંબો : સંડે ઇસ્ટર પર થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાએ આતંકવાદીઓની સાથે સાથે કટ્ટરપંથીઓ પર પણ સકંજો કસ્યો છે. 21 એપ્રીલનાં રોજ ઇસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ મોટી હોટલોમાં થયેલા 8 સીરિયલ બ્લાસ્ટ બાદ દ્વીપીય દેશમાં અત્યાર સુધીમાં 200 મૌલાનાઓ સહિત 600થી વધારે વિદેશી નાગરીકોની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, મૌલાના કાયદેસર રીતે જ આવ્યા હતા પરંતુ હુમલાઓ બાદ થયેલી સુરક્ષા તપાસમાં સામે આવ્યું કે, તેમના વિઝા પુર્ણ થઇ ગયા હોવા છતા પણ તેઓ દેશમાં રહેતા હતા. તેના માટે તેમના પર દંડ લગાવીને દેશમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી.
ગૃહમંત્રી વાજિરા અભયવર્ધનેએ કહ્યું કે, દેશમાં સુરક્ષાની હાલની સ્થિતીને ધ્યાને લેતા અમે વીઝા પ્રણાલીની સમીક્ષા કરી અને ધાર્મિક શિક્ષકો માટે વિઝા પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, હાંકી કઢાયેલા લોકોમાં 200 મૌલાના છે. એટલું જ નહી તંત્રએ સામાન્ય લોકોને અપીલ કરી છે કે પોતાનાં ઘરમાં સુરક્ષાના કારણોથી રહેલા ચાકુઓ અને તલવારોનો ત્યાગ કરે.શ્રીલંકાની પોલીસ મીડિયા યૂનિટે શનિવારે કહ્યું કે, જનતાને રવિવાર સુધીમાં તલવારો અને ચાકુઓ નજીકનાં પોલીસ સ્ટે્શનમાં સોંપી દેવાનો સમય આપવામાં આવ્યો છે.
ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી
ધરેથી જ પ્રાર્થના સભાનું આયોજન
શ્રીલંકામાં સતત બીજા અઠવાડીયે કૈથલિક સમુદાયે પોતાનાં ઘરોમાં રવિવારે પ્રાર્થના સભાઓનું આયોજન કર્યું. કોલંબોમાં આર્કબિશપ કાર્ડિનલ માલ્કોમ રંજીતે પોતાનાં ઘરે પ્રાર્થના સંભાનું આયોજન કર્યું. જેનું પ્રસારણ ટીવી પર કરવામાં આવ્યું. જેમાં મોટા ભાગના પાદરીઓ અને નનોએ ભાગ લીધો હતો. પોપ ફ્રાંસિસી દ્વારા કર્ડિનલને સંબોધિત કરાયેલ પત્ર પણ અંતમા વાંચવામાં આવ્યો. સેંટ એન્થની શ્રાઇન જ્યાં હુમલો થયો હતો ત્યાં નાના બાળકો અને યુવાનો માટે પ્રાર્થના આયોજીત કરવામાં આવી હતી. જો કે મોટા ભાગના ચર્ચ બંધ રહ્યા, જ્યાં સેના અને પોલીસનાં જવાનો સુરક્ષા કરી રહ્યા છે.
બે અઠવાડીયા બાદ સોમવારે ખુલશે શાળાઓ
આતંકવાદી હુમલા બાદ પેદા થયેલ વાતાવરણમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. સોમવારે આ શાળાઓ ખુલવાની છે. અહેવાલ અનુસાર સોમવારે તમામ સરકારી શાળાઓનું બીજુ સત્ર ચાલુ થઇ જશે. પહેલાથી માંડીને 5મા ધોરણની શાળાનું બીજુ સત્ર 13મેથી ચાલુ થશે. નવા સત્રથી એક વિશેષ સુરક્ષા કાર્યક્રમને પણ લાગુ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે