વેલિંગટનઃ કોરોના વાયરસ સામે જંગમાં મિસાલ બનેલા ન્યૂઝીલેન્ડે બુધવારે અડધી રાત્રે લૉકડાઉનમાં ઢીલ આપી, મોટી સંખ્યામાં લોકો વાળ કપાવવા નિકળી પડ્યા હતા. ઘણા સમયથી વધેલા વાળની સાથે અત્યાર સુધી લોકો વીડિયો કોલ કરી રહ્યાં હતા અને રાહ જોઈ રહ્યાં હતા કે ક્યારે સલૂન ખુલશે. તેથ કોનરેડ ફિટ્ઝ-જેરાલ્ડે બુધવારે અડધી રાત્રે પોતાનું સલૂન ખોલી દીધું અને તેના પર ઘણા કોલ આવવા લાગ્યા હતા. દેશ ધીમે-ધીમે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધવા તૈયાર થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુલવા લાગ્યા મોલ, રીટેલ સ્ટોર
ન્યૂઝીલેન્ડમાં અડધી રાત બાદથી મોટા ભાગની જગ્યાઓ પર લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે. હવે મોલ, રીટેલ સ્ટોર અને રેસ્ટોરન્ટ ખુલવા લાગ્યા છે અને લોકો કામ પર પરત ફરી રહ્યાં છે. મોટા ભાગની જગ્યાઓ પર 10થી વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નથી. દેશમાં મંગળવાર અને બુધવારે એકપણ કેસ જોવા મળ્યો નથી. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા 1500માંથી 1400 લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે જ્યારે 21 લોકોના મૃત્યુ થયા છે. 


વિશ્વમાં અત્યાર સુધી 44.28 લાખ લોકો સંક્રમિત, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- મહામારીથી માનસિક સ્વાસ્થ્ય પર ખતરો 


હેરકટ માટે અધિરા બન્યા લોકો
જેરાલ્ડે જણાવ્યુ કે, તેને મોડી રાત્રે આશરે 50 લોકોએ પૂછ્યુ પરંતુ પોતાના પુત્રથી શરૂ કરતા માત્ર એક ડઝન લોકોના હેર કટ કર્યા હતા. તેણે જણાવ્યુ, લોકો કહી રહ્યા હતા કે તેના વાળ કંટ્રોલથી બહાર જઈ રહ્યા છે અને તે સંભાળી શકતા નથી. મોટાભાગના બાળકોના માતા-પિતા કોલ કરી રહ્યા હતા. આ દરમિયાન જેરાલ્ડ ખુદ પણ વાયરસને ફેલાતો રોકવા માટે સાવધાની રાખી રહ્યો છે. તેણે ખુદ સેનેટાઇઝર પણ બનાવ્યું છે. 


ન્યૂઝીલેન્ડમાં શાળા સોમવારથી ખુલશે પરંતુ 21 મે પહેલા બાર બંધ રહેશે. હકીકતમાં, સાઉથ કોરિયામાં બાર ખુલ્યા બાદ પોઝિટિવ મામલા વધવા લાગ્યા હતા. પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડેને કહ્યું કે, દેશ વાયરસના કારણે સૌથી વધુ પડકારજનક આર્થિક સ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં શિયાળો ખુબ મુશ્કેલી ભર્યો રહેવાનો છે પરંતુ દરેક શિયાળા બાદ વસંત આવે છે અને અમે યોગ્ય નિર્ણય લઈએ તો અમે ન્યૂઝીલેન્ડના લોકોને ફરી કામ પર લઈ જઈ શકીએ અને અમારી અર્થવ્યવસ્થા ઝડપથી ચાલશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube