વિશ્વમાં અત્યાર સુધી 44.28 લાખ લોકો સંક્રમિત, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- મહામારીથી માનસિક સ્વાસ્થ્ય પર ખતરો
સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે મહામારીથી વૈશ્વિક સ્તર પર માનસિક બીમારીનો ખતરો વધશે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીનો સામનો કરવા માટે સરકારો અને સંસ્થાઓને સૂચિત કર્યા છે.
Trending Photos
વોશિંગટનઃ વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 44 લાખ 28 હજાર 236 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 16 લાખ 57 હજાર 905 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો મૃત્યુઆંક 3 લાખની નજીક પહોંચી ગયો છે. બ્રાઝીલમાં મૃત્યુઆંક 13 હજારથી વધી ગયો છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 749 લોકોના મૃત્યુ થયા છે. હવે તે વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. તો સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આ મહામારીથી વૈશ્વિક સ્તર પર માનસિક બીમારીનો ખતરો વધશે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મનોવૈજ્ઞાનિક સમસ્યાનો સામનો કરવા માટે સરકારો અને સંસ્થાઓને સૂચન કર્યું છે.
કોરોના વાયરસઃ સૌથી વધુ પ્રભાવિત 10 દેશ
દેશ | કેટલા સંક્રમિત | મૃત્યુઆંક | ડિસ્ચાર્જ |
અમેરિકા | 14,30,348 | 85,197 | 3,10,259 |
સ્પેન | 2,71,095 | 27,104 | 1,83,227 |
રૂસ | 2,42,271 | 2,212 | 48,003 |
બ્રિટેન | 2,29,705 | 33,186 | |
ઇટાલી | 2,22,104 | 31,106 | 1,12,541 |
બ્રાઝીલ | 1,89,157 | 13,158 | 78,424 |
ફ્રાન્સ | 1,78,060 | 27,074 | 58,673 |
જર્મની | 1,74,098 | 7,861 | 1,48,700 |
તુર્કી | 1,43,114 | 3,952 | 1,01,715 |
ઈરાન | 1,12,725 | 6,783 | 89,428 |
મહામારીથી માનસિક રૂપથી બીમાર થવાનો ખતરોઃ યૂએન
સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે મહામારીથી વૈશ્વિક સ્તર પર માનસિક બીમારીનો ખતરો વધશે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીનો સામનો કરવા માટે સરકારો અને સંસ્થાઓને સૂચિત કર્યા છે. લોકોને પોતાના સ્વજન ગુમાવવાનું દુખ, નોકરી જવાનો ડર અને એકલા રહેવાની આદત તેનું મોટુ કારણ હોઈ શકે છે. આ બીમારી તે પરિવારો અને સમુદાયોને વધુ પ્રભાવિત કરે છે, જે માનસિક રૂપથી તણાવમાં છે.
ઓસ્ટ્રેલિયાઃ 6 લાખ નોકરી ખતમ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરૂવારે કહ્યુ કે, મહામારી દરમિયાન દેશમાં 6 લાખ લોકોની નોકરી પર કાતર ફરી છે. દેશમાં બેરોજગારી દર એપ્રિલમાં 5.2 ટકાખી વધીને 6.2 ટકા થઈ ગયો છે. મોરિસને કહ્યુ કે, આ ખુબ મુશ્કેલ સમય છે. આ આંકડા ખુબ ચોંકાવનારા છે. લૉકડાઉનમાં ઢીલ દેવાથી અર્થવ્યવસ્થામાં થોડા સુધારની આશા છે.
અમેરિકાઃ 24 કલાકમાં 1813 મૃત્યુ
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1813 લોકોના મૃત્યુ થયા છે અને 21 હજાર 712 નવા કેસ નોંધાયા છે. આ સમયે દેશમાં 14 લાખ 30 હજાર કરતા વધુ લોકો સંક્રમિત છે. તો 85 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક છે. ત્યાં 3 લાખ 50 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ લૉકડાઉન હટાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે તેઓ સંક્રમણ રોગ નિષ્ણાંત એંથની ફોસીના પક્ષમાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે