ઝી બ્યૂરો, અમદાવાદઃ ફોનની રીંગ રણકે એટલે આપણા મોઢામાંથી પહેલો શબ્દ નીકળે છે હેલો. પરંતુ કેમ આપણે હેલો બોલીએ છીએ તેનો અર્થ શું થાય છે અને કેવી રીતે તેનો ઉપયોગ સામાન્ય બની ગયો. આજે ટેક્નલોજી ખુબ જ વિકાસ કરી રહી છે. નાનાથી માંડીને મોટા તમામ વ્યક્તિ ફોનનો ઉપયોગ કરે છે. ઘરમાં બેઠા હોય કે ઓફિસમાં, રસ્તામાં જતા હોઈએ કે પછી મુસાફરીમાં ફોન લોકોને પહોલો શભ્દ બોલતા સાંભળીએ છીએ તે છે હેલો. આખરે આ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો સૌથી પહેલા ઉપયોગ કોણે કર્યો. તેની સમગ્ર રસપ્રદ કહાની આવો જાણીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ટેલીફોનની શરૂઆત થઈ ત્યારે લોકો ફોન ઉપાડતાની સાથે જ હેલો બોલતા નહોંતા. પણ હેલોના બદલે બીજા શબ્દનો પ્રયોગ કરતા હતા. પરંતુ સમયની સાથે આ બદલાવ આવ્યો અને લોકોએ હેલ બોલવાની જ પ્રથા બનાવી દીધી. જેથી તમને હેલો બોલવું સામાન્ય લાગશે. પરંતુ તેની પાછળ ખાસ કારણ છે અને અને તે રસપ્રદ ઈતિહાસ પણ છે.

સૌથી પહેલો સંદેશ 1876માં આપ્યો:
10 માર્ચ 1876 માં એલેક્જેંડર ગ્રાહમ બેલએ ટેલિફોનની શોધ કરી હતી. શોધ કર્યા પછી એલેક્જેંડર ગ્રાહમ બેલએ સૌ પ્રથમ તેના સાથી વોટસનને સંદેશ આપ્યો કે, “શ્રી વાટ્સન અહીં આવો, મારે તમારી જરૂર છે. ત્યારે એલેક્જેંડર ગ્રાહમ બેલએ ટેલિફોન વાતચીત કરવામાં helloના બદલે ahoy શબ્દનો પ્રયોગ કર્યો હતો.

1877માં hello માટે પ્રસ્તાવ મૂક્યો:
ટેલિફોનની શોધ થયા બાદ લોકો તેનો ઉપયોગ કરતા થયા હતા. પરંતુ ત્યારે લોકો ટેલિફોન પર વાત કરતા સમયે સૌથી પહેલાં પૂછતાં કે are you there. આવું એટલા માટે કહેતા હતા કે તેનો અવાજ સામેની વ્યક્તિને સંભળાય છે કે નહીં તે જાણવા માટે. પરંતુ વર્ષ 1877 માં થોમસ એડિશનએ ahoyને બદલે hello બોલવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

થોમસ એડિશન પહેલીવાર બોલ્યા હતા હેલો:
થોમસ એડિશનએ પીટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો હતો. જમાં ટેલિફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ “હેલો” બોલવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. અને તેમણે જ્યારે પહેલી વખત ફોન કર્ય હતો ત્યારે હેલ શબ્દ જ બોલ્યા હતા.

હેલોનો અર્થ છે કેમ છો:
થોમસ એડિશનએ આપેલા હેલો શબ્દનો ઉપયોગ આજે પણ લોકો ફોન ઉપાડતી વખતે કરે છે. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ હેલો શબ્દ જર્મન શબ્દ હાલા પરથી બન્યો છે. આ શબ્દ ફ્રેન્ચ અથવા જર્મન શબ્દ ‘હોલા’ પરથી આવ્યો છે. ‘હોલા’નો અર્થ થાય છે કે ‘કેમ છો’. પરંતુ ઉચ્ચારના લીધે હોલા પરથી હેલો શબ્દ બન્યું.