ઝી બ્યુરો/નવી દિલ્હી: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે. આ ભૂકંપ બાદની સ્થિતિ જોઈને દુનિયાભરના લોકોમાં ડર ફેલાયો છે. ભારતના લોકોમાં પણ આવો જ ડર ફેલાયેલો છે. આવો જાણીએ, ભારતની એવી જગ્યાએ વિશે જ્યાં ભૂકંપનો સૌથી વધુ ખતરો રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપ પ્રભાવિત જગ્યાઓમાંની એક છે દેવભૂમિ ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં વારંવાર ભૂકંપના ઝટકા આવતા રહે છે. અહીં માત્ર ભૂકંપ જ નહીં, પરંતુ અન્ય પ્રાકૃતિક આપત્તિઓ પણ અનેક વખત આવતી રહે છે. ભૂકંપને લઈને સૌથી ખતરનાક વિસ્તારો 5 ઝોનમાં છે. જેમાંનું એક જમ્મુ કાશ્મીર પણ છે. ભૂકંપથી ભારતમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં જમ્મુ કાશ્મીર સામેલ છે. આ ભારતનો સૌથી વધુ રિસ્કી વિસ્તાર માનવામાં આવે છે.


'ઘાતક' આગાહી; ગુજરાતમાં હજુ વધશે ઠંડી! છેલ્લે છેલ્લે અંબાલાલ પટેલની વધુ એક આગાહી 


જમ્મુ કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ પણ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાનું એક છે. આ રાજ્ય પણ એજ 5 ઝોનમાં સામેલ છે. આ વિસ્તારમાં પણ વારંવાર ભૂકંપ આવતા રહે છે. હિમાચલ પ્રદેશ અતિ સંવેદનશીલ ઝોન 4 અને 5માં આવે છે. ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ 5માં ઝોનમાં આવનારા હિમાચલ પ્રદેશમાં વર્ષ 2021માં અંદાજે 60 નાના મોટા ભૂકંપ આવી ચુક્યા છે. હિમાચલમાં સૌથી મોટો ભૂકંપ 4 એપ્રિલ 1905માં કાંગડામાં આવ્યો હતો. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ખોયા હતા. 


બિહાર પણ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. એટલે અહીં પણ સતત ભૂકંપનો ખતરો ઉભો જ રહે છે. બિહારના અમુક વિસ્તારને ઝોન 5માં રાખવામાં આવ્યા છે. પટના અને બિહારના રક્સૌલ જે ભારત- નેપાલ સીમા પર છે તે ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં ભૂકંપરૂપી મોત લોકોના માથા પર ફરતુ જ રહે છે. 


ડાંગના આદિવાસીઓની આપવીતી સાંભળી તમારું હ્રદય દ્રવી ઉઠશે, કહ્યું; સાંકળથી બાંધી...!


ઉત્તરી પંજાબ, સિક્કિમ, ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરી બંગાળ, આંદામાન નિકોબાર, કચ્છનું રણ, સુંદરવન, મહારાષ્ટ્ર લાતૂર તમિલનાડુ, કર્ણાટકનો અમુક વિસ્તાર પણ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંના એક છે. દિલ્લીના પણ અમુક એવા ક્ષેત્ર છે જે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. જેવા કે સોહના ફોલ્ટ લાઈન, દિલ્લી-મુરાદાબાદ ફોલ્ટ લાઈન, એનસીઆર આ ઉપરાંત લુટિયન્સ દિલ્લી વીઆઈપી વિસ્તાર પણ હાઈ રિસ્ક ઝોનમાં સમાવિષ્ઠ છે. 


દિલ્લીના JNU, MCA, છતરપુર અને નારાયણ જેવા વિસ્તારમાં ભૂકંપનો ખતરો ઓછો રહે છે. સાથે જ બીજા એવા પણ રાજ્યોની વાત કરીએ જે ભૂકંપની દ્રષ્ટીએ સૌથી ઓછા ખતરાવાળા ઝોન એટલે કે ઝોન 1માં આવે છે. પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પૂર્વી મહારાષ્ટ્ર અને ઓડિસ્સા પણ આવા જ રાજ્ય છે, જે ઝોન 1માં સમાવિષ્ઠ છે.  


210 કરોડના 12,000 દસ્તાવેજો ખાઈ રહ્યાં છે ધૂળ, અમદાવાદીઓને નથી કોઈ રસ


ભારતમાં પણ આવશે તુર્કી અને સિરિયા જેવો વિનાશકારી ભૂકંપ!


શુ છે ભવિષ્યવાણી?
તુર્કી અને સિરિયામાં વિનાશકારી ભૂકંપના ફક્ત ત્રણ દિવસ પહેલાં નેધરલેંડના રીસર્ચર ફ્રેંક હુગરબીટ્સ દ્વારા કરવામાં આવી હતી. હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન, અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપની ભવિષ્યવાણી કરી છે. વાયરલ વીડિયોમાં હુગરબીટ્સ દ્વારા કહેવામાં આવે છે કે ભૂકંપની ગતિવીધીઓ અફઘાનિસ્તાથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થઈને હિંદમહાસાગરમાં સમાપ્ત થઈ જશે. હુગરબીટ્સ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પપ્પલબેંડ એશિયાના ઉપરથી પસાર થઈને હિંદમહાસાગરમાં સમાપ્ત થઈ રહ્યો છે. રડાર પર આ પ્રકારની ગતિવીધિઓ દેખાઈ રહી છે. પશ્ચિમ તરફથી આવી રહેવો પર્પલ બેંડ અફઘાનિસ્તાન ભારત, અને પાકિસ્તાન ઉપરથી પસાર થઈને હિંદમહાસાગરના પશ્ચિમિ ક્ષેત્રમાં પસાર થઈ રહ્યો છે. જેમાં ભારતના વચ્ચેથી પર્પલબેંડ પસાર થશે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના બે મોટા આંચકા, પેટાળમાં થઈ રહી છે મોટી હલચલ


હુગરબીટ્સના સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકો ભયભીત થઈ ગયા છે અને પછી હુગરબીટ્સે ખુબ ખુલાસો કર્યો કે આ ફક્ત અનુમાન છે...ભૂકંપ ક્યારે પણ પહેલાં કહીને નથી આવતો...આ માત્ર અંદાજો છે અને તમામ મોટા ધરતીકંપો થાય તે પહેલા વાતાવરણમાં નિશાન છોડતા નથી, તેઓ પોતે ક્યારેય તેની જાહેરાત કરતા નથી.