210 કરોડના 12,000 દસ્તાવેજો ખાઈ રહ્યાં છે ધૂળ, અમદાવાદીઓને નથી કોઈ રસ

અંદાજિત 12000 અરજદારોથી વધુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 210 કરોડની દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ અરજદારોની 1998 થી 2022 ના વર્ષનો સ્ટેમ્પ ડ્યુટી બાકી રહી છે. જેમાં મુખ્યત્વે દસ્તાવેજ ધારકો જે લોકોએ સ્ટેપ ડ્યુટી નથી.

210 કરોડના 12,000 દસ્તાવેજો ખાઈ રહ્યાં છે ધૂળ, અમદાવાદીઓને નથી કોઈ રસ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના અદાજીત 210 કરોડના દસ્તાવેજો માલિકોએ સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી નથી. 1998 થી માંડીને 2022 સુધી વર્ષ બાદ પણ 12000 હજારથી વધુ લોકોએ સ્ટેમ્પ ડ્યુટીના નાણાં જમા કરાવ્યા નથી. જેને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર વિભાગના સ્ટેમ્પ ડ્યુટી વિભાગના જરૂરી સ્ટેમ્પ ડ્યુટી છોડાવવાની અરજદારોને નોટીસ પાઠવી છે. 

અંદાજિત 12000 અરજદારોથી વધુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 210 કરોડની દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ અરજદારોની 1998 થી 2022 ના વર્ષનો સ્ટેમ્પ ડ્યુટી બાકી રહી છે. જેમાં મુખ્યત્વે દસ્તાવેજ ધારકો જે લોકોએ સ્ટેપ ડ્યુટી નથી ભરપી કરી તે નાગરિકોને નોટીસ પાઠવામાં આવી છે. અને દસ્તાવેજો છોડાવી જવા સાથે જંત્રીની ભરપાઈ કરવા માટે વારંવાર તંત્ર દ્વારા નોટિસ પાઠવી ચુક્યું છે. પરતું દસ્તાવેજો સ્ટેપ ડ્યુટી નહીં ભરવા જે દસ્તાવેજ ધારક છે, તેમના રહેણાંકના અધૂરા સરનામાં અથવા તો કેટલાક કિસ્સામાં સરનામાં ફેરફારને કારણે અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું ટાળી હોવાની કે જે અરજદાર પોતાની મિલકત અન્ય નાગરિકો વેચાણ આપી હોય તેના નામમાં સુધારો ન આવ્યો હોય તેવા કિસ્સામાં જેવા સ્ટેમ્પ ડ્યુટી નહી ચૂકવવાની વાત સામે આવી છે. 

હવે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્યવિસ્તારનો વિગતે પરિચય કેળવીએ તો...

  • અમદાવાદ જિલ્લા કલેક્ટરનાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગે પાઠવી નોટિસ
  • 210 કરોડનાં દસ્તાવેજો છોડાવવાની અપાઈ રહી છે, નોટિસ
  • શહેરીવિસ્તારના 8 હજાર કેસો વસુલાત માટે હાલ પેન્ડિગ
  • 6 અધિકારીઓ ડેપ્યુટી કલેકટરને સોપાઈ કામગીરી
  • 170 કરોડના દસ્તાવેજો છોડવાની પાઠવી નોટિસ
  • અમદાવાદનાં શહેરનાં 08 હજાર અને ગ્રામ્યવિસ્તારના 09 હજાર છે,દસ્તાવેજો બાકી છે,સ્ટેમ્પ ડ્યુટી
  • અમદાવાદમા સૌથી મેમનગર,વાડજ અને નરોડાના કેસો પેન્ડિગ
  • અમદાવાદ ગ્રામયના 40 કરોડના દસ્તાવેજો હજી વસુલાત બાકી
  • સાણંદ અને ધોળકા અને દસકોઈના દાતાવેજો રકમ વસુલાતમાં મોખરે
  • 40 કરોડના દસ્તાવેજોમા મકાન અને જમીનનાં દસ્તાવેજો મોખરે

દસ્તાવેજ ધારકો સ્ટેપ ડ્યુટી નહી ભરતા લોકો સામે 1998થી 2022ના વર્ષ વસુલવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. અદાજીત 210 કરોડની સરકારી તિજોરીમાં આવક થાય તે માટે સરકારે 34 વર્ષ સ્ટેમ્પ ડ્યુટી વિભાગને પગલા ભરવા આગળ કર્યુ છે. અરજદારોને પોતાની કીંમતી દસ્તાવેજો છોડવાનો 6 માસનો અવસર આપ્યો છે. તેમજ પડતર દસ્તાવેજો નિકાલ માટે સરકારે નાગરિકો દસ્તાવેજો મળે તે હેતુ સાથે સરકારે દસ્તાવેજો માફી માટે ત્રણ યોજના અમલીકરણ મૂકી હતી. જેમાં 1998માં જે સ્ટેપ ડ્યુટી વાપરી હોય તેટલી સ્ટેપ ડ્યુટી વસુલવાનો નિર્ણય કર્યો હતો. તેમજ 2004 અને 2006 માં ખૂટતી સ્ટેપ ડ્યુટી રકમના 30 ટકા તેમજ વ્યાજ માફ ફોર્મ્યુલા અને 2007મા 50 ટકા માફી અને વ્યાજ માફી યોજના અમલીકરણ કરી છતાં સ્થતિ ઠેરની ઠેરની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news