Ambalal Patel Forecast: 'ઘાતક' આગાહી; ગુજરાતમાં હજુ વધશે ઠંડી! છેલ્લે છેલ્લે અંબાલાલ પટેલની વધુ એક આગાહી

Gujarat Weather 2023:  જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો રાતે વળી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આમ અત્યારે તો ડબલ ઋતુનું અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ વળી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો આવશે.

Ambalal Patel Forecast: 'ઘાતક' આગાહી; ગુજરાતમાં હજુ વધશે ઠંડી! છેલ્લે છેલ્લે અંબાલાલ પટેલની વધુ એક આગાહી

Weather forecast 2023: રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો સાથે અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈ વધુ એક આગાહી કરી છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજે અને આવતી કાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે વાદળછાયું વાતાવરણ અને બપોરે ગરમીનો અહેસાસ થશે. 

ગુજરાતમાં અત્યારે સવારના સમયગાળામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો રાતે વળી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આમ અત્યારે તો ડબલ ઋતુનું અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ વળી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો આવશે. જોકે બાદમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. હાલમાં 3 થી 7 ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે. અફઘાનિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે અને કાલે બે દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 

આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, જ્યારે બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે તાજેતરમાં પારો 3 ડિગ્રી જેટલો વધવા છતાં ઠંડીનો અહેસાસ થશે. હાલ લોકોએ બેવડી સીઝનનો અનુભવ કરવો પડશે. આગામી એક દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. હજુ એક દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ તેમજ ભેજ વાળું વાતાવરણ રહેશે. હાલ સૌથી ઓછું વડોદરામાં 14 ડિગ્રી આસપાસ
જ્યારે નલિયામાં 15 ડિગ્રી આસપાસ અને અમદાવાદમાં 18 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

મહત્વનું છે કે, હાલમાં રાજ્યના તાપમાનમાં 3થી 7 ડિગ્રી સુધીનો વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અફઘાનિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને આવતી કાલે એમ બે દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. વાદળછાયા વાતાવરણના કારણે તાજેતરમાં પારો 3 ડિગ્રી જેટલો વધવા છતાં ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. વર્તમાનમાં તાપમાન ઉંચુ રહેવાથી બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે. 

હવામાન નિષ્ણાતોની આગાહી
હવામાન નિષ્ણાતોએ તો ઠંડીના નવા રાઉન્ડ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવી છે. બીજા અર્થમાં આ વખતે શિયાળો લાંબા સમય સુધી રહેવાનો છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી પછી ગરમીનો પારો ઊંચકાય છે. આગામી તા.18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન પર્વ બાદ પણ ઠંડીની અસર રહે તેમ હવામાન વિભાગની આગાહી જોતાં લાગે છે. 

શું કહે છે અંબાલાલની આગાહી?
ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે.

ઉનાળાની કરી આવી આગાહી
પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે  ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન  એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news