બેઈજિંગ: હાલ ચીન (China) માં અનેક પ્રકારની મહામારી ફેલાઈ શકવાના સમાચાર સતત આવી રહ્યાં છે. હાલમાં જ સ્વાઈન ફ્લૂ ફેલાવવાના અહેવાલો વચ્ચે વળી પાછા એક ખરાબ સમાચાર આવ્યાં છે. ઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો એક સંદિગ્ધ કેસ સામે આવ્યાં બાદ અલર્ટ જારી કરાઈ છે. ચીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા સ્તરની ચેતવણી
સરકારી પીપલ્સ ડેઈલી ઓનલાઈનના અહેવાલ મુજબ આંતરિક મંગોલિયન સ્વાયત્ત વિસ્તાર બયન્નુરે પ્લેગની રોકથામ અને નિયંત્રણ માટે ત્રીજા સ્તરની ચેતવણી બહાર પાડી. બ્યૂબાનિક પ્લેગનો સંદિગ્ધ કેસ બયન્નુરની એક હોસ્પિટલમાં શનિવારે સામે આવ્યો. સ્થાનિક સ્વાસ્થ્ય પ્રાધિકરણે જાહેરાત કરી કે 2020ના અંત સુધી આ ચેતવણી જાહેર રહેશે. સ્થાનિક સ્વાસ્થ્ય પ્રાધિકરણે કહ્યું કે હાલ આ શહેરમાં માનવ પ્લેગ મહામારી ફેલાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જનતાએ આત્મરક્ષા માટે જાગરૂકતા અને ક્ષમતા વધારવી જોઈએ તથા અમાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ અંગે તત્કાળ જાણ કરવી જોઈએ. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube