ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હશે બ્રિટનના પીએમ બોરિસ જોનસન, સ્વીકાર કર્યું નિમંત્રણ
ગણતંત્ર દિવસ 2021મા મુખ્ય અતિથિ તરીકે ભારતના નિમંત્રણને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન (Boris Johnson)એ સ્વીકારી લીધુ છે.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ 2021મા મુખ્ય અતિથિ તરીકે ભારતના નિમંત્રણને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન (Boris Johnson)એ સ્વીકારી લીધુ છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ (Dominic Raab)એ મંગળવારે આ જાણકારી આપી છે. આ જાહેરાત બાદ રાબે તે પણ કહ્યુ કે, બ્રિટન ભારતની સાથે પોતાના આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની ઈચ્છા રાખે છે. હકીકતમાં આજે વિદેશ મંત્રી એસ જયશંકર અને ડોમિનિક રાબની વચ્ચે એક બેઠક થઈ છે. બેઠક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ, 'આતંક અને કટ્ટરવાદના પડકારોના મુદ્દા પર અમે ચર્ચા કરી જે બંન્ને દેશો માટે મહત્વની છે. અમે અફઘાનિસ્તાન, ખાડી તથા હિંદ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચા કરી છે.'
આ પણ વાંચોઃ S-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો
વિદેશ સચિવ ડોમિનિક રાબે કહ્યુ, 'મને તે વાતની ખુશી છે કે પ્રધાનમંત્રી બોરિસ જોનસને આગામી વર્ષે યોજાનાર G7 સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ જોનસને પણ ભારત તરફથી ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube