PM Modi-Joe Biden Meet Today Live News Updates: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં પોતાની પહેલી વ્યક્તિગત અને દ્વિપક્ષીય બેઠક માટે એકસાથે છે. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે, જ્યારે પોસ્ટ-કોવિડ યુગમાં એક નવી વિશ્વ વ્યવસ્થા જન્મ લેવાની કગાર પર છે. આ બેઠક બાદ આજે જ Quad દેશોના  નેતાઓનું પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલન હશે જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે. આ બંને બેઠકોની અમે પળેપળની અપડેટ આપી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાકાત બાદ વ્હાઇટ હાઉસથી રવાના થયા પીએમ મોદી
જો બાઇડેન સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસથી રવાના થઇ ગયા. થોડીવાર પછી બંને નેતા ક્વાડ સંમેલનમાં પણ ભાગ લેશે.


PM Modi ની ગિફ્ટ ચોઇસ છે એકદમ અલગ, વિશ્વના નેતાઓને આપી ખાસ ભેટ


 


પીએમ મોદીની બેઠકો પર ચીનની નજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મુલાકાત થવાની છે. ત્યારબાદ તે ક્વાડ શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. ક્વાડની આ બેઠકને ચીનની ઘેરાબંધી તરીકે પણ જોવા મળી રહી છે. અમેરિકામાં પીએમ મોદીની બેઠક પર ચીનની નજર મંડાયેલી છે. 

તાકાત માટે આ દવા પીતો હતો એથલીટ, ગળીને પડી ગયું હતું જડબુ, કાળજું કંપી ઉઠે એવી થઇ હતી સ્થિતિ


દ્વિપક્ષીય વાર્તા બાદ ક્વાડમાં ભાગ લેશે પીએમ મોદી
પીએમ મોદી અને જો બાઇડેનની દ્વિપક્ષીય શિખર વાર્તા બાદ બંને નેતા ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન ભારતીય સમયાનુંસાર રાત્રે 11:30 વાગે થશે. અમેરિકામાં તે સમયે બપોરના લગભગ 2 વાગ્યા હશે. વ્હાઇટ હાઉસમાં આયોજિત ક્વાડ શિખર સંમેલનમાં ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા પણ સામેલ થશે. બંને નેતાઓ સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠકો પહેલાં થઇ ચૂકી છે. 

Knowledge Story: ભારતીય કરન્સી આગળ પાકિસ્તાનની બસ આટલી વેલ્યૂ, 1 લીટર ખરીદવું પણ મોંઘુ


આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુલાકાત પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. અમેરિકી વહિવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર આ મુલાકાતમાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે, તેમાં કોવિડ 19 અને જળવાયુ પરિવર્તનથી મળીને મુકાબલો કરવો, આર્થિક સહયોગ વધારવો અને અફઘાનિસ્તાન સહિત પ્રાથમિકતાવાળા મુદ્દાઓ પર ચર્ચા સામેલ છે. 

Coronavirus: કોનું વેક્સીન સર્ટિફિકેટ અસલી કોનું નકલી, આ રીતે સરળતાથી કરો ચેક


પીએમ મોદી-જો બાઇડેનની બેઠક પર નજર
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત ભારતીય સમયાનુસાર રાત 8:30 વાગે થવાની છે. જ્યારે અમેરિકામાં સવારના 11 વાગી રહ્યા હશે. આ પીએમ મોદી અને જો બાઇડેનની દ્વિપક્ષીય મુલાકાત થશે. વ્હાઇટ હાઉસમાં થનારી આ મુલાકાત લગભગ એક કલાકની હશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube