White House માં PM મોદીએ કહ્યું- કોરોનાકાળમાં અમેરિકાએ સાચા મિત્રની માફક મદદ કરી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સથે વાતચીત કરી રહ્યા છે. મીટીંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું અને મારા ડેલિગેશનના સ્વાગત માટે ખૂબ ધન્યવાદ.
વોશિંગ્ટન: અમેરિકા ત્રણ દિવસના પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કમલા હેરિસ સાથે બેઠક શરૂ થઇ ગઇ છે. કમલા હેરિસે કોરોના પર પીએમ મોદીની લીડરશિપ પર વાત કરી છે. તેમણે કહ્યું કે તે ભારતના પીએમનું સ્વાગત કરી ખૂબ ખુશ છે. તેમને ભારતની મદદ કરી ખૂબ ખુશી મળી છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સથે વાતચીત કરી રહ્યા છે. મીટીંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું અને મારા ડેલિગેશનના સ્વાગત માટે ખૂબ ધન્યવાદ. થોડ મહિના પહેલાં તમારી સાથે વાતચીત કરવાની તક મળી હતી. આ તે સમય હતો જ્યારે ભારત કોવિડની બીજી લહેરથી પીડાઇ રહ્યો હતો, સંકટ હતું, તમે મદદ માટે હાથ લંબાવ્યો. તેના માટે તમારો આભાર વ્યક્ત કરુ છું.
તમે મુશ્કેલ સમયમાં અમેરિકાનું નેતૃત્વ સંભાળ્યું
નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે તમે એક સાચા મિત્રની માફક એક સંવેદન પ્રગટ કરી હતી. સાચા મિત્રનો સંદેશ આપ્યો હતો. આખુ અમેરિકા અને અહીંની સરકાર અમારી સાથે ઉભી હતી. રાષ્ટ્રપતિ બાઇડેન અને પોતાના મુશ્કેલ સમયમાં અમેરિકાનું નેતૃત્વ સંભાળ્યું. કોવિડ, ક્વાઇમેટ હોય કે ક્વોડ, અમેરિકા મોટા ઇનીશિએટિવ લીધા છે. તેમાં સમય પણ ઓછો લાગ્યો. વિશ્વની સૌથી મોટી અને જૂની લોકતંત્ર વ્યવસ્થામાં ભારત અને અમેરિકા સમાન છે. આ સમયગાળામાં આપણી વચ્ચે સહયોગ વધ્યો છે. અમે નેચરલ પાર્ટનર છીએ.
ઓસ્ટ્રેલિયાઇ પીએમ સાથે મોદીની બેઠક, આર્થિક સહિત અન્ય મુદ્દાઓ પર થઇ ચર્ચા
પહેલીવાર કોઇ ભારતીય મૂળની અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ સાથે ભારતીય પ્રધાનમંત્રી મુલાકાત કરી રહ્યા છે. કમલા હેરિસ બાદ મોદી જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે પણ બેઠક કરશે.
આ પહેલાં ગુરૂવારે ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી. બંનેએ ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે આર્થિક અને પરસ્પર સંબંધોને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
બંને વચ્ચે ભારતીય રીજનલ અને ગ્લોબલ ડેવલોપમેન્ટને લઇને ચર્ચા થઇ. નરેન્દ્ર મોદી અને મોરિસને કોવિડ 19, ટ્રેંડ, ડિફેન્સ, ક્લીન એનર્જી જેવા મુદ્દાઓ પર પણ મળીને કામ કરવા પર ભાર મુક્યો હતો.
Pakistan-China એ સરહદ ઓળંગી તો ખૈર નહી! અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન્સ ખરીદવાની યોજના
ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો અમોન વચ્ચે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો અમોન સાથે બેઠક કરી. તેમણે આ બેઠક દરમિયાન ભારતના દૂરસંચાર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ વ્યાપક રોકાણની તકો પર ચર્ચા કરી. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને વિનિર્માણ (ઈએસડીએમ) માટે હાલમાં જ શરૂ કરાયેલી ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)ની સાથે-સાથે ભારતમાં સેમીકન્ડક્ટર સપ્લાઈ ચેઈન સાથે સંકળાયેલા ઘટનાક્રમો વિશે પણ ચર્ચાઓ થઈ. તેની સાથે જ ભારતમાં સ્થાનિક નવાચાર પરિવેશનું નિર્માણ કરવા માટે આવશ્યક રણનીતિઓ બનાવવા પર પણ ચર્ચા થઈ.
બ્લેકસ્ટોનના અધ્યક્ષ, સીઈઓ અને સહસ્થાપક સ્ટીફન શ્ક્વાર્ઝમેન સાથે મુલાકાત
આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લેકસ્ટોનના અધ્યક્ષ, સીઈઓ અને સહસ્થાપક સ્ટીફન શ્ક્વાર્ઝમેન સાથે મુલાકાત કરી હતી. શ્ક્વાર્ઝમેને પ્રધાનમંત્રીને બ્લેકસ્ટોનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિશે જાણકારી આપી હતી અને સાથે માળખાગત તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગામી રોકાણોમાં તેમની રૂચિ વિશે માહિતી આપી હતી. ભારતમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન તથા નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન અંતર્ગત સહિતની ભારતમાંની રોકાણ સંબંધિત તકો વિશે પણ ખાતરી આપી હતી.
જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ વિવેક લાલ સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ વિવેક લાલ સાથે આજે મુલાકાત કરી હતી. તેમણે ભારતમાં સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રની વધી રહેલી મજબૂતી વિશે ચર્ચા કરી . વિવેક લાલે ભારતમાં સંરક્ષણ તથા ઉભરતા ટેકનોલોજી મેન્યુફેક્ચરીંગ અને ઓગમેન્ટ કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત હાલમાં થયેલા નીતિવિષયક પરિવર્તનની પ્રશંસા કરી હતી.
ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમર સાથે મુલાકાત કરી હતી. તેઓએ વર્ષ 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપ, જેમાં ખાસ કરીને સૌર ઊર્જાની સંભાવનાઓ તથા 450 ગીગાવોટ વીજ ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા કરવાના આપણા લક્ષ્ય વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારતમાં હાલમાં જ રજૂ કરાયેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના પ્રાપ્ત કરીને તેમની અનોખી થિન-ફિલ્મ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓની સ્થાપનામાં ફર્સ્ટ સોલારની રૂચિ અંગે પણ વાતચીત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube