ઓસ્ટ્રેલિયાઇ પીએમ સાથે મોદીની બેઠક, આર્થિક સહિત અન્ય મુદ્દાઓ પર થઇ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી.

Updated By: Sep 23, 2021, 11:55 PM IST
ઓસ્ટ્રેલિયાઇ પીએમ સાથે મોદીની બેઠક, આર્થિક સહિત અન્ય મુદ્દાઓ પર થઇ ચર્ચા

વોશિગટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે ગયા છે. આ પ્રવાસ પર પીએમ મોદી ઘણા ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે બેઠક કરી. વિભિન્ન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત બાદ પીએમ મોદીની ઘણા દેશોના નેતાઓ સાથે પણ બેઠક થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મોડી રાત્રે (ભારતીય સમયાનુસાર) ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક કરશે. ત્યારબાદ અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મોદીની દ્વિપક્ષીય બેઠક થવાની છે. જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા અને પીએમ મોદી પણ પરસ્પર વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

ઓસ્ટ્રેલિયાઇ​ પીએમ સાથે બેઠક શરૂ
પાંચ કંપનીઓના સીઇઓ સાથે ઘણા કલાકોની મુલાકાત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે બેઠક શરૂ થઇ ગઇ છે. બંને દેશોની વચ્ચે વિભિન્ન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાની આશા છે. બંને નેતાઓની આ મુલાકાત પરસ્પર સંબંધોને મજબૂતી પુરી પાડવા અને સહયોગને પ્રોત્સાહન આપવાને લઇને થઇ. 

આર્થિક સહિત ઘણા મુદ્દાઓ પર બંને પ્રધાનમંત્રીઓએ વચ્ચે થઇ વાતચીત
પીએમઓએ ટ્વીટ કર્યું કે 'પીએમ સ્કોટ મોરિસને પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આર્થિક અને લોકો સાથે લોકોના સંબંધોને ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી. 

બ્લેકસ્ટોન ગ્રુપના સીઇઓએ શું કહ્યું?
બ્લેક સ્ટોન ગ્રુપના સીઇઓ સ્ટીફને કહ્યું, 'આ બહારના લોકો માટે એક ખૂબ જ અનુકૂળ સરકાર છે. તે રિફોર્મ ઓરિએન્ટેડ અને ઉદ્દેશ્યપૂર્ણ છે.''

પીએમ મોદીની જનરલ એટોમિક્સના સીઇઓ સાથે વાતચીત
પીએમ મોદી સાથે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કર્યા બાદ જનરલ એટોમિક્સના સીઇઓ વિવેક લાલે કહ્યું કે 'આ ખૂબ જ ઉત્કૃષ્ઠ બેઠક હતી. અમે ટેક્નોલોજી અને ભારતમાં આવનાર નીતિગત સુધારામાં વિશ્વાસ અને રોકાણના દ્વષ્ટિકોણથી ભારતમાં અપાર સંભાવનાઓ વિશે વાત કરી.'

 

'ભારત સાથે પાર્ટનરશિપ કરીને અમને ગર્વ છે'
પીએમ મોદી સાથે બેઠક કર્યા બાદ ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનોએ કહ્યું કે અમને ભારત સાથે અમારી ભાગીદારી પર ખૂબ ગર્વ છે. અમે ભારત સાથે મળીને જે કંઇ પણ કરી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ. 

ફર્સ્ટ સોલરના સીઇઓ અને પીએમ મોદીની બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ફર્સ્ટ સોલરના સીઇઓ માર્ક આર વિડમાર સાથે મુલાકાત કરી. તેમની વચ્ચે અક્ષય યોજના મુદ્દે ચર્ચા થઇ. ફસ્ટ સોલરના CEO એ થિન-ફિલ્મ ટેક્નોલોજી વડે સૌર ઉર્જા ઉપકરણોના નિર્માણ માટે PLI પ્રોજેક્ટનો ઉપયોગ કરવાની યોજના પણ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરી.  આ દરમિયાન સીઇઓ માર્કએ સોલાર પાવરને લઇને કેટલાક પ્લાન પણ શેર કર્યા.

ભારતમાં રોકાણની યોજના પર ચર્ચા
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદી અને અડોબીના સીઇઓ વચ્ચે ભારતમાં ચાલી રહેલી ગતિવિધિઓ અને ભવિષ્યના રોકાણની યોજના પર ચર્ચા કરી. સ્વાસ્થ્ય, શિક્ષણ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડીયાના મુખ્ય કાર્યક્રમનો લાભ ઉઠાવવાના વિચારો પર પણ ચર્ચા કરવામાં આવી. 

'બીજા દેશોમાં એક્સપોર્ટ કરવાનો યોગ્ય સમય'
પીએમ મોદી સાથે વાતચીત બાદ ક્વાલકોમના સીઇઓએ જણાવ્યું કે 'તેમણે (પીએમ મોદી) ભારતમાં અશ્વિનિય તકો વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં એક મોટું બજાર છે, પરંતુ અમે ભારતને મોટા નિર્યાત બજારમાં પણ જોઇએ છીએ. ભારત માટે ના ફક્ત ભારતીય બજાર માટે નિર્માણ કરવા પરંતુ અન્ય દેશોની જરૂરિયાતોને પુરી કરવાની યોજના બનાવવાનો યોગ્ય સમય છે. સીઇઓ અમોને સેમી-કંડક્ટરના ક્ષેત્રમાં કામ કરવા માટે ભારત સાથે ભાગીદારીમાં રસ પણ દાખવ્યો. આ સાથે જ પીએમ મોદીએ ક્વાલકોમને આશ્વાસન આપ્યું કે ભારત તેમના દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવો પર સક્રિય રૂપથી કામ કરશે. 

અડોબી ચેરમેન શાંતનું નારાયણને પણ મળ્યા પીએમ
અમેરિકાના ત્રિદિવસીય પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડોબીના ચેરમેન શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરી. પીએમ મોદીની કુલ પાંચ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત થવાની છે. શાંતનુ નારાયણ ભારતીય મૂળના છે અને તેમની સાથે પીએમ મોદીની બેઠકને એકદમ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ IT ક્ષેત્રની દિગ્ગજ કંપની છે, જે ભારતના ડિજિટલ ઇન્ડીયાના મિશનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કંપની ભારતમાં નોઇડા, ગુરૂગ્રામ અને બેંગલુરૂથી પોતાનું ઓપરેશન ચલાવે છે. 

સીઇઓએ ભારત 5જી ક્ષેત્રમાં કામ કરવાની વ્યક્ત કરી ઇચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્વાલકોમના સીઇઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ ભારત દ્વારા આપવામાં આવતી વિશાળ તકો વિશે માહિતગાર કર્યા. સીઇઓ અમોને ભારતની સાથે 5જી અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. 

પીએમ મોદીને મળ્યા ક્વાલકોમના સીઇઓ
અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી પાંચ ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સૌથી પહેલાં મુલાકાત ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે થઇ છે. 

અમેરિકામાં જ છે વિદેશ મંત્રી એસ જયશંકર
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકામાં જ છે. તે વોશિંગટન પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડેલિગેશનમાં સામેલ થયા. જયશંકર તે પહેલાં ન્યૂયોર્કમાં હતા, જ્યાં તેમણે ગત બે દિવસમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. 

પાંચ ગ્લોબલ સીઇઓ સાથે પીએમ મોદીની મુલાકાત
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમની મુલાકાત જો બાઇડન સાથે પણ થશે. જોકે પહેલાં દિવસે પીએમ મોદી પાંચ કંપનીઓના ગ્લોબલ સીઇઓ સાથે મુલાકાત કરશે. અમેરિકી કંપની ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટાનિયો આર એમોન, એડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટોમિક્સના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ શ્વાર્જમૈન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube