કેનબરાઃ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશને સમોસાને લઈને આપવામાં આવેલા આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. તેમણે મોરિશનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ કે, એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ અને પછી સાથે બેસીને સમોસા જરૂર ખાશું. તેમણે 4 જૂને થનારી વીડિયો કોન્ફરન્સને લઈને પણ આશા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ પર આ લખ્યુ
પીએમ મોદીએ લખ્યુ કે, હિંદ મહાસાગર સાથે જોડાયેલા અને સમોસાથી ભેગા થયા. તમારા સમોસા સ્વાદિષ્ટ લાગી રહ્યાં છે. એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ, ત્યારે એક સાથે સમોસાનો આનંદ માણીશું. 4 જૂને વીડિયો કોન્ફરન્સને લઈને ઉત્સાહિત છું. 


નેપાળની સંસદમાં સંશોધન બિલ રજૂ, નવા નકશામાં ભારતના ત્રણ ભાગ

મહત્વનું છે કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશન વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન 4 જૂને થવાનું છે. આ દરમિયાન બંન્ને નેતા વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર