વોશિગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલન (QUAD Summit 2021) માં સામેલ થયા. આ બેઠક ઘણી દ્વષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયા કોરોના સંકટનો સામનો કરી રહી છે. આપણે અહીં કોરાનાકાળમાં માનવતા માટે એકજુથ થયા છીએ. સાથે જ તેમણે કહ્યું કે આપણો સહયોગ ઇંડો-પેસેફિકમાં શાંતિ સુનિશ્વિત કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતાના હિતમાં થયા એકઠા
વોશિગ્ટન ડીસીમાં ક્વાડ લીડર્સ સમિટ (QUAD Summit 2021) માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના વડાપ્રધનમંત્રી યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ પ્રથમ ફિજિકલ ક્વાડ સમિટની ઐતિહાસિક પહેલ માટે રાષ્ટ્રપતિ જો બાઇડેનનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આપણે 2004ની સુનામી બાદ ઇંડો-પેસેફિક ક્ષેત્રમાં મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જ્યારે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે. તો આપણે ફરી એકવાર ક્વાડના રૂપમાં એકસાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છીએ. 

PM Modi US Visit: QUAD બેઠકમાં PM મોદીએ કહ્યું- હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું


PM Modi-Joe Biden Meet Updates: વ્હાઇટ હાઉસમાં જો બાઇડેનને PM મોદીએ કહ્યું- 'ભારત-US માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ'


ફોર્સ ફોર ગ્લોબલ ગુડની ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે તો આપણે ફરી એકવાર ક્વાડના રૂપમાં એકસાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છીએ. આપણું ક્વાડ એક તરફથી ફોર્સ ફોર ગ્લોબલ ગુડની ભૂમિકામાં કામ કરશે. તો બીજી તરફ યૂએસ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, વૈશ્વિક આપૂર્તિને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વેક્સીનના વધારાના એક બિલિયન ડોઝના ઉત્પાદનની અમારી પ્રથમ પહેલ ટ્રેક પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube