PM Modi-Joe Biden Meet Updates: વ્હાઇટ હાઉસમાં જો બાઇડેનને PM મોદીએ કહ્યું- 'ભારત-US માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર છે. 

PM Modi-Joe Biden Meet Updates: વ્હાઇટ હાઉસમાં જો બાઇડેનને PM મોદીએ કહ્યું- 'ભારત-US માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ'

PM Modi-Joe Biden Meet Today Live News Updates: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં પોતાની પહેલી વ્યક્તિગત અને દ્વિપક્ષીય બેઠક માટે એકસાથે છે. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે, જ્યારે પોસ્ટ-કોવિડ યુગમાં એક નવી વિશ્વ વ્યવસ્થા જન્મ લેવાની કગાર પર છે. આ બેઠક બાદ આજે જ Quad દેશોના  નેતાઓનું પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલન હશે જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે. આ બંને બેઠકોની અમે પળેપળની અપડેટ આપી રહ્યા છીએ.

મુલાકાત બાદ વ્હાઇટ હાઉસથી રવાના થયા પીએમ મોદી
જો બાઇડેન સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસથી રવાના થઇ ગયા. થોડીવાર પછી બંને નેતા ક્વાડ સંમેલનમાં પણ ભાગ લેશે.

He will attend the first in-person Quad Leaders' Summit later today. pic.twitter.com/As8WjGCHvy

— ANI (@ANI) September 24, 2021

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસની વિઝિટર બુકમાં કરી સાઇન
વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાઇડેન સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે રૂઝવેલ્ટ રૂમમાં વિઝિટર બુકમાં સાઇન પણ કરી. પીએમ મોદીની ગત સાત વર્ષોમાં આ સાતમી અમેરિકાની યાત્રા છે. 
 

— ANI (@ANI) September 24, 2021

ભારત અને અમેરિકા માટે આ દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ: પીએમ મોદી
જો બાઇડેને મુલાકાત દરમિયાન કહ્યું કે મને લાંબા સમયથી વિશ્વાસ છે કે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધ આપણને ઘણા વૈશ્વિક પડકારોનું સમાધાન કરવામાં મદદ કરી શકે છે. હકિકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો, મેં કહ્યું હતું કે 2020 સુધી ભારત અને અમેરિકા દુનિયાના સૌથી નજીકના દેશોમાં હશે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે આજની દ્વિપક્ષીય શિખર સંમેલન મહત્વપૂર્ણ છે. આપણે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ નિશ્વિત રૂપથી આ દાયકાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ રોપવામાં આવ્યા છે. 

 

— PMO India (@PMOIndia) September 24, 2021

જો બાઇડેનનનું વિઝન પ્રેરક: પીએમ મોદી
પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત-US સંબંધો માટે તમારું વિઝન પ્રેરક છે. મને વર્ષ 2015-2016 માં વિસ્તાર માં વિસ્તારથી તમારી સાથે વાત કરવાને તક મળી હતી.

 

— PMO India (@PMOIndia) September 24, 2021

— ANI (@ANI) September 24, 2021

'ભારત-અમેરિકા સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની દ્વિપક્ષીય બેઠક વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં થઇ રહી છે. પીએમ મોદી સાથે મુલાકાત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત-અમેરિકા સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઇ રહી છે. 40 લાખ ભારતીય-અમેરિકન દરરોજ અમેરિકાને મજબૂત કરવામાં યોગદાન આપે છે.

જો બાઇડેને કર્યો કમલા હેરિસની માતાનો ઉલ્લેખ
જો બાઇડેને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસની માતાના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ ભારતથી હતા. ઉપ-રાષ્ટ્રપતિની માતા જાણિતા વૈજ્ઞાનિક હતા. બાઇડેને આગળ કહ્યું કે આજના સમયમાં શાંતિ, સહનશીલતાના મૂલ્યોની જરૂર છે. અમારી ભાગીદારી પહેલાં કરતાં વધુ વધી રહી છે. 

પીએમ મોદી વ્હાઉટ હાઉસ આવતાં ખુશ: બાઇડેન
વ્હાઉસ હાઉસમાં ચાલી રહેલી પીએમ મોદીની સાથે બેઠક દરમિયાન જો બાઇડેને કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધ વધુ મજબૂત થશે. પીએમ મોદી વ્હાઉસ આવતાં ખુશ છું. 

વ્હાઇટ હાઉસની બહાર 'મોદી-મોદી' ના નારા
વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને જો બાઇડેનની બેઠક ચાલી રહી છે તો બહાર ભારતીય સમુદાયના લોકો 'મોદી-મોદી' ના નારા લગાવી રહ્યા છે. ભારતીય સમુદાયના લોકો વ્હાઇટ હાઉસની બહાર નૃત્ય કરી રહ્યા છે. 

PM મોદી-જો બાઇડેનની બેઠક શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર છે. 

વ્હાઇટ હાઉસ પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિક રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરવા માટે વ્હાઇસ હાઉસ પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં બંને વચ્ચે મુલાકાત શરૂ થવાની છે. 

 

— ANI (@ANI) September 24, 2021

બાઇડેને કર્યું ટ્વીટ
બેઠકના ઠીક પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વીટ કર્યું, 'હું એક દ્વિપક્ષીય બેઠક માટે વ્હાઇટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની મેજબાની કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચે ગાઢ સંબંધોને મજબૂત કરવા, એક સ્વતંત્ર અને ખુલ્લા ઇંડો-પેસેફિકને બનાવી રાખવા અને COVID-19 થી માંડીને જળવાયુ પરિવર્તન સુધી દરેક વસ્તુ સામે લડવા માટે તત્પર છું. 
 

— President Biden (@POTUS) September 24, 2021

પીએમ મોદીની ક્વાડ નેતાઓ સાથે બેઠક પહેલાં ચીનમાં બેચેની
અમેરિકામાં પીએમ મોદીની ક્વાડ દેશોના નેતાઓ સાથે થનારી બેઠક પહેલાં ચીનના માથે પરસેવો છૂટી રહ્યો છે. આ બેઠક પહેલાં ભારતમાં ચીનના રાજદૂત સન વેઇડોંગે ટ્વીટ કરીને કહ્યું કે ભારત અને ચીન બંને પશ્વિમી વિચારધારાની જાળમાં ફસાતા પોતાને બચાવવા પડશે. 

 

પીએમ મોદીની બેઠકો પર ચીનની નજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મુલાકાત થવાની છે. ત્યારબાદ તે ક્વાડ શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. ક્વાડની આ બેઠકને ચીનની ઘેરાબંધી તરીકે પણ જોવા મળી રહી છે. અમેરિકામાં પીએમ મોદીની બેઠક પર ચીનની નજર મંડાયેલી છે. 

દ્વિપક્ષીય વાર્તા બાદ ક્વાડમાં ભાગ લેશે પીએમ મોદી
પીએમ મોદી અને જો બાઇડેનની દ્વિપક્ષીય શિખર વાર્તા બાદ બંને નેતા ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન ભારતીય સમયાનુંસાર રાત્રે 11:30 વાગે થશે. અમેરિકામાં તે સમયે બપોરના લગભગ 2 વાગ્યા હશે. વ્હાઇટ હાઉસમાં આયોજિત ક્વાડ શિખર સંમેલનમાં ઓસ્ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા પણ સામેલ થશે. બંને નેતાઓ સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠકો પહેલાં થઇ ચૂકી છે. 

આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુલાકાત પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. અમેરિકી વહિવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર આ મુલાકાતમાં જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે, તેમાં કોવિડ 19 અને જળવાયુ પરિવર્તનથી મળીને મુકાબલો કરવો, આર્થિક સહયોગ વધારવો અને અફઘાનિસ્તાન સહિત પ્રાથમિકતાવાળા મુદ્દાઓ પર ચર્ચા સામેલ છે. 

પીએમ મોદી-જો બાઇડેનની બેઠક પર નજર
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત ભારતીય સમયાનુસાર રાત 8:30 વાગે થવાની છે. જ્યારે અમેરિકામાં સવારના 11 વાગી રહ્યા હશે. આ પીએમ મોદી અને જો બાઇડેનની દ્વિપક્ષીય મુલાકાત થશે. વ્હાઇટ હાઉસમાં થનારી આ મુલાકાત લગભગ એક કલાકની હશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news