Pakistan Reaction on PM Modi Jammu Visit: પાકિસ્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાશ્મીર યાત્રા અને ચિનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણ માટે આધારશિલા મુકવાને લઇને વાંધો ઉઠાવ્યો છે. તેમનો દાવો છે કે સિંધુ જળનું ઉલ્લંઘન હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ પ્રવાસ પર ગયા હતા પીએમ મોદી
ઓગસ્ટ 2019 માં જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલીવાર સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવિવારે જમ્મૂ કાશ્મીર ગયા હતા. આ દરમિયાન તેમણે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. 


ઘણા પ્રોજેક્ટની શરૂઆત કરી
જમ્મૂ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રતલે અને ક્વાર જળવિદ્યુત પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. કિશ્તવાડમાં ચિનાબ નદી પર લગભગ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે 850 મેગાવોટના પ્રોજેક્ટ અને નદી પર 4,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 540 મેગાવોટની ક્વાર જળવિદ્યુત પ્રોજેક્ટનુ નિર્માણ કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube