વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આખી દુનિયા ફેન છે. પીએઅ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે ભારત આગળ વધી રહ્યું છે, તેને તમામને પ્રભાવિત કર્યા છે. એટલા માટે પ્રધાનમંત્રી મોદીએ વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન મળવા જઇ રહ્યું છે. આગામી એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન પીએમ મોદીને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ પુરસ્કાર  (CERAWeek global energy and environment leadership award) થી નવાજવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મનની વાત' કહેશે PM
ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉર્જા અને પર્યાવરણમાં સ્થિરતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે સન્માન મળશે. આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલનના આયોજક આઇએચએસ માર્કિટ (IHS Markit) એ જણાવ્યું કે સંમેલન એકથી પાંચ માર્ચ વચ્ચે આ વખતે વર્ચુઅલી આયોજિત કરવામાં આવશે. આ વર્ચુઅલી કરવામાં આવશે. આ તેની 39મી એડિશન હશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય ભાષણ પણ આપશે. 

Petrol, Diesel Prices Today, February 27, 2021: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ


આ પણ હશે સામેલ
સંમેલનમાં મુખ્ય વક્તાઓમાં જળવાયુ પરિવર્તન પર વિશેષ અમેરિકી રાજદૂત જોન કેરી (John Kerry), બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ અને બ્રેકથ્રૂ એનર્જીના સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) અને સાઉદી અરામકોના સીઇઓ અમીન નાસર (Amin Nasser) સામેલ છે. આઇએચએસ માર્કિટના વાઇસ ચેરમેન અને કોન્ફ્રેંસના અધ્યક્ષ ડેનિયલ યેરગિન (Daniel Yergin) એ કહ્યું કે અમે ભારતના પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે ઉત્સુક છીએ.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube