મોદી રશિયા પહોંચ્યા: અનૌપચારિક બેઠકમાં આ 5 મુદ્દા પર રહેશે નજર
અમેરિકા દ્વારા રશિયા પર લદાયેલા કેટલાક પ્રતિબંધો બાદ યોજાનારી આ બેઠક વૈશ્વિક અને ક્ષેત્રીય બંન્ને રીતે ખુબ જ મહત્વની
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાનાં સોચિ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે યોજાશે. બ્યુરોક્રેટ્સમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર અનૌપચારિક મુલાકાત હોવાથી દ્વીપક્ષીય મુદ્દાઓનું મહત્વ ઘણુ ઓછુ રહેશે. જો કે મોદી અને પુતિનની આ મુલાકાત ઘણી બધી રીતે ખુબ જ મહત્વની છે. અમેરિકા અને રશિયા વચ્ચે વધી રહેલી પ્રતિદ્વંદ્ધતાને પગલે એકવાર ફરીથી અમેરિકી પ્રતિબંધોનો સમય ચાલુ થઇ ચુક્યો છે. રશિયાની સરકારી હથિયારી કંપની ઉપરાંત અન્ય કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. રશિયન સૈન્ય નિકાસ પર અમેરિકી પ્રતિબંધથી ભારતની સાથે થનાર આશરે 39,822 રૂપિયાની ડીલ ઘોંચમા પડી છે. અનૌપચારિક બેઠકમાં આ પણ મહત્વનો મુદ્દો રહેશે.
વિદેશ મંત્રાલયનાં અનુસાર વડાપ્રધાન મોદીની રશિયાની યાત્રા તેમના અને પુતિનનાં માટે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વલણ સ્પષ્ટ કરવાની સાથે સાથે વિશિષ્ટ અને રણનીતિક ભાગીદારી મજબુત કરવાનો એક મહત્વપુર્ણ પ્રસંગ હોઇ શકે છે.
1. બંન્ને વચ્ચે બેઠક દરમિયાન ઇરાન પરમાણુ સમજુતીથી અમેરિકા અલગ થઇ જતા સર્જાયેલી પરિસ્થિતી અંગે ચર્ચા થશે. બંન્ને નેતાઓ અમેરિકાનાં ખસીગયા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારા પ્રભાવ અંગે ચર્ચા કરશે.
2. મોદી અને પુતિન વચ્ચે 6 કલાક સુધી એજન્ડા રહિત ચર્ચા થશે. આ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા નહીવત્ત છે. બેઠકમાં અફઘાનિસ્તાન અને સીરિયાની પરિસ્થિતી અંગે ચર્ચા થશે. શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અને બ્રિક્સનમાં સમાવિષ્ટ દેશોનાં માટે આતંકવાદ અંગેનાં મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
3. સુત્રોનાં અનુસાર મોદી અને પુતિનની વચ્ચે મંત્રણા દરમિયાન રશિયા પર લાગેલા અમેરિકન પ્રતિબંધો અને ભારત -રશિયા વચ્ચેની સંરક્ષણ સમજુતી મુદ્દાઓ પર પણ સમજુતી થશે.
4. બંન્ને દેશોનાં નેતાની અનૌપચારિક મુલાકાતનો હેતુ ક્ષેત્રીય શાંતિ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મિત્રતા અને વિશ્વાસ તથા સમાનતા લાવવાનો છે. બંન્ને દેશોની વચ્ચે ભારત - રશિયા પરમાણુ સહયોગથી કોઇ ત્રીજા દેશને જોડવા અંગે પણ વિચાર થઇ શકે છે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ નોર્થ - સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર (INSTC) પ્રોજેક્ટ પર સમજુતી મુદ્દે વાત થઇ શકે છે.
5. મોદી અને પુતિન કોરિયન દ્વીપનાં મુદ્દે પણ વાત કરી શકે છે. બંન્ને દેશોની વચ્ચે યોજાનાર બેઠકમાં ખુબ જ નાનુ પ્રતિનિધિમંડળ હાજર રહેશે.