ન્યૂયોર્કઃ ભારતની રાજધાની દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંની એક છે. એ જ રીતે પાકિસ્તાન અને ચીનના પણ કેટલાક શહેરો વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચના સ્થાનમાં આવે છે. સમગ્ર વિશ્વમાં જળવાયુ પ્રદૂષણ અને વધતા જતા વાહનોના ઉપયોગને કારણે વાયુ પ્રદૂષણનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. વધુ પડતું પ્રદૂષણ ધરાવતા શહેરોમાં થોડા દિવસ રહેવામાં જ શ્વાસોચ્છવાસની સમસ્યા થઈ શકે છે અને તેમાંથી બહાર આવતા એક સપ્તાહથી વધુનો સમય લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત, પાકિસ્તાન અને ચીન અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં આ તથ્ય જાણવા મળ્યું છે. અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધનકર્તાઓએ વિદેશ પ્રવાસ કરનારા તંદુરસ્ત વયસ્ક લોકોમાં પ્રદૂષણને કારણે થતા કફ અને શ્વાસની મુશ્કેલીઓ તથા ઘરે પાછા ફરી ગયા પછી સાજા થવામાં લાગતા સમયનું વિશ્લેષણ કર્યું છે. 


સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ 


'જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસી'માં પ્રકાશિત એક નિષ્કર્ષમાં જણાવાયું છે કે, વિશ્વ પ્રવાસન સંગઠન અનુસાર 2030 સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓની સંખ્યા વધીને 1.8 અબજ થઈ જશે. પ્રોફેસર ટેરી ગોર્ડને જણાવ્યું કે, અમારી પાસે એવા અનેક રિપોર્ટ છે, જેમાં પ્રદૂષિત શહેરના પ્રવાસ દરમિયાન મુસાફરો બીમાર થઈ જાય છે. આથી, આપણે એ બાબતે ધ્યાન આપવું અનિવાર્ય બની ગયું છે કે, આપણાં આરોગ્ય સામે કેવા-કેવા નવા પડકારો ઊભા થયા છે. 


સંશોધનકર્તાઓએ ન્યૂયોર્ક શહેરમાંથી ઓછામાં ઓછા એક સપ્તાહ માટે અન્ય બીજા દેશમાં ગયેલા 34 પુરુષ અને મહિલાઓના શ્વસનતંત્ર અને હૃદયની સ્થિતિનું 6 સ્તરે અધ્યયન કર્યું હતું. ગોર્ડને જણાવ્યું કે, પ્રદૂષિત શહેરોમાં જતા પહેલાં માસ્ક પહેરી લેવું જોઈએ કે પછી અગાઉથી જ ડોક્ટરોની સલાહ લઈને વિદેશ પ્રવાસ કરવો જોઈએ. 


જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...