સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ

આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ એપ યોગ શિક્ષકોને જાતે જ પોતાની નોંધણી કરાવવા અને મહત્તમ લોકો સુધી પહોંચ બને તેના માટે બનાવાઈ છે 
 

સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે તેના પહેલા જ આયુષ મંત્રાલય દ્વારા લોકેને યોગ સાથે સંકળાયેલા કાર્યક્રમો અને તાલીમ આપનારા કેન્દ્રોને શોધવા માટે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના પ્રયાસોને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોકો આ એપની મદદથી પ્રમાણિત યોગ શિક્ષકને શોધી શકશે. 

અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, એક માન-ચિત્ર આધારિત લોકેશન એપમાં 'Yoga Locator' યોગની ટ્રેનિંગ આપતા શિક્ષકોએ જાતે જ પોતાની નોંધણી કરાવાની રહેશે. આજે મોટાભાગના લોક સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોવાથી તેઓ આ એપ્લિકેશનની મદદથી મહત્તમ લોકો સુધી પહોંચી શકાશે. 

તેમણે કહ્યું કે, "લોકોએ જાણવા માગે છે કે તેઓ યોગની તાલીમ માટે ક્યાં જાય અને યોગનો અભ્યયાસક્રમ ક્યાંથી મેળવે. આ 'Yoga Locator' એપ્લીકેશન તેમને આજુબાજુના વિસ્તારમાં યોગ કેન્દ્રોની સાથે-સાથે યોગની તાલીમ આપતા શિક્ષકોને શોધવામાં મદદ કરશે."

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ એપ્લિકેશન બનાવવાનો હેતુ યોગ અપનાવવા માટે વધુ ને વધુ લોકોને પ્રોત્સાહિત કરવાનો અને તેમની મદદ કરવાનો છે. આ એક કાયમી એપ હશે અને તે આખું વર્ષ તમારી આજુબાજુમાં થઈ રહેલી યોગ ગતિવિધિઓ અંગે માહિતી આપશે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news