સિંગાપુરમાં USના રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે PM મોદીએ કરી મુલાકાત
સિંગાપુરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે પીએમ મોદીએ સિંગાપુર મેંસિંગાપુરમાં અમેરિકી રક્ષા સચિવ જિમ મેટિસ સાથે મુલાકાત કરી.
નવી દિલ્હી: સિંગાપુરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે પીએમ મોદીએ સિંગાપુર મેંસિંગાપુરમાં અમેરિકી રક્ષા સચિવ જિમ મેટિસ સાથે મુલાકાત કરી. અમેરિકી રક્ષા સચિવ સાથે મુલાકાત પહેલા તેમણે સિંગાપુરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગ સાથે મુલાકાત કરીને ક્લિફોર્ડ પિયરમાં મહાત્મા ગાંધી પટ્ટીનું અનાવરણ કર્યું. મહાત્મા ગાંધી પટ્ટીના અનાવરણ પહેલા પીએમ મોદીએ ગોહ ચોક તોંગ સાથે મુલાકાતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
શું છે પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
મહાત્મા ગાંધી પટ્ટીનું અનાવરણ કર્યાં બાદ પીએમ મોદી ચૂલિયા મસ્જિદ, શ્રીમરમ્મન મંદિર અને ઈન્ડિયન હેરિટેજ સેન્ટરની પણ મુલાકાત લેશે.
ભારત અને સિંગાપુર વચ્ચે 8 કરારો પર થયા હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સિંગાપુરના તેમના સમકક્ષ લી સીન લું સાથે દ્વિપક્ષીય બેઠક બાદ શુક્રવાર (1 જૂન)ના રોજ કહ્યું હતું કે ભારત અને સિંગાપુર જલદી તેમના વ્યાપક આર્થિક સહયોગ સંધિઓ (સીઈસીએ)ને આગળ લઈ જશે. બંને પક્ષોએ શિખર બેઠક બાદ વિભિન્ન ક્ષેત્રોમાં આઠ કરારો પર હસ્તાક્ષર કર્યાં. મોદીએ બેઠક બાદ લી સાથે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે અમે સીઈસીએની બીજી સમીક્ષાથી ખુશ છીએ.
ભારત અને સિંગાપુરે 2005માં સીઈસીએ પર હસ્તાક્ષર કર્યા હતાં. સિંગાપુર પહેલો એવો દેશ છે જેણે ભારત સાથે આ પ્રકારે કરાર કર્યો છે. લીએ કહ્યું કે સીઈસીએના અમલમાં આવ્યાં બાદથી ભારત અને સિંગાપુર વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર બમણો થઈને 25 અબજ ડોલરનો થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (આસિયાન)ના વર્તમાન અધ્યક્ષ તરીકે સિંગાપુર, ભારતની સાથે ક્ષેત્રીય સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરશે.