પેરિસ/ઢાકા/અંકારાઃ પયગંબર મોહમ્મદ સાહેબના કાર્ટૂન વિવાદમાં મુસ્લિમ દેશો અને ફ્રાન્સ વચ્ચે મતભેદ ગંભીર રૂપ લઈ રહ્યાં છે. મુસ્લિમ દેશોની સૌથી વધુ આપત્તિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મૅક્રોંના તે નિવેદન પર છે જેમાં તેમણે કહ્યું હતું કે ઇસ્લામ સંકટમાં છે. વચ્ચે પયગંબરના કાર્ટૂનના પ્રદર્શનના વિરોધમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ઇસ્લામિક સમૂહના લગભગ  હજાર લોકોએ મંગળવારે જુલૂસ કાઢ્યું અને દુનિયાભરના મુસલમાનોને ફ્રાન્સની વસ્તુનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ રેસેપ અર્દોગાને ફ્રાન્સ રાષ્ટ્રપતિના નિવેદનની આલોચના કરી અને કહ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિને માનસિક તપાસની જરૂર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના આ નિવેદનની વિશ્વભરના મુસ્લિમ દેશોમાં આલોચના થઈ રહી છે. તેમાં સાઉદી અરબ અને ઈરાન પણ સામેલ છે જે તુર્કીના વિરોધી માનવામાં આવે છે. મલેશિયાએ કહ્યું કે, તે મુસ્લિમો પ્રત્યે જાહેરમાં વધતી આક્રમકતાથી ચિંતિત છે. પાકિસ્તાને પણ ફ્રાન્સની નિંદા કરી છે. 


ફ્રાન્સનો વિરોધ કરવાની લ્હાયમાં PAK મંત્રીએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું, થઈ આંતરરાષ્ટ્રીય ફજેતી


ઢાકામાં ઇસ્લામિક સમૂહના 10 હજાર લોકોનું જોરદાર પ્રદર્શન
આ વચ્ચે પયગંબર મોહમ્મદ સાહેબના કાર્ટૂનના પ્રદર્શનના વિરોધમાં ઢાકામાં એક ઇસ્લામિક સમૂહના લગભગ 10 હજાર લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું. મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં ઇસ્લામિક કાયદાને લાગૂ કરવાની વકાલત કરનાર એક સમૂહે ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશના પ્રદર્શનકારી બેનર અને પ્લેટો લીધી હતી જેમાં દુનિયાના બધા મુસલમાનો એકજૂથ થઈ જાવ અને ફ્રાન્સનો બહિષ્કાર કરો લખ્યું હતું. 


પ્રદર્શનકારી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોંની એક તસવીરનું મોટું કટઆઉટ લાવ્યા હતા જેના ગળામાં જૂતા લટકાવ્યા હતા. પાછલા સપ્તાહે મૈકોંની ટિપ્પણીથી મુસ્લિમ દેશ નારાજ થઈ ગયા, જેમાં તેમણે પયગંબર મોહમ્મદના કાર્ટૂનના પ્રકાશન કે પ્રદર્શનની નિંદા કરવાથી ઇનકાર કરી દીધો હતો. મહત્વનું છે કે ચેચન મૂલના એક 18 વર્ષીય વ્યક્તિ પર 16 ઓક્ટોબરે પેરિસની પાસે એક ફ્રાન્સિસી શિક્ષકનું માથુ કાપવાનો આરોપ છે, જેણે પયગંબરના રેખાચિત્રને દેખાડ્યા હતા. 


ફ્રાન્સ ધાર્મિક વ્યંગને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત આવનારી વસ્તુમાંથી એક માને છે, જ્યારે ઘણા મુસલમાન પયગંબર પર કોઈપણ કથિત વ્યંગને ગંભીર અપરાધ માને છે. ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશના પ્રમુખ રેઝાઉલ કરીમે ફ્રાન્સથી પયંગબર મોહમ્મદના કોઈપણ વ્યંગ ચિત્રને પ્રદર્શિત કરવાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો. તો ફ્રાન્સે ટીચરની હત્યા બાદ કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો વિરુદ્ધ જોરદાર પગલા ભર્યા છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube