લંડન: આ તો પહેલાથી કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસ (Coronavirus)થી બચવામાં પ્રોટીન (Protein) યુકત ભોજન મદદગાર છે. ચીનમાં પણ કોરોના વાયરસન ગંભીર દર્દીઓનો જીવ બચાવવા માટે હાઇ પ્રોટીન યુક્ત ભોજન આપવામાં આવતું હતું. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ વાયરસની સારવારમાં પ્રથમ વખત પ્રોટીનનો ઉપયોગ કર્યો છે. સૌથી સારી વાત એ છે કે, આ પ્રકારના રીતમાં વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશની રાજધાનીથી જલ્દી દૂર થઇ જશે Coronavirus, વિશ્વાસ નથી થતો તો વાંચો આ સમાચાર


આશાની કિરણ છે આ સારવાર
બ્રિટનની એક બાયોટેકનોલોજી કંપની 'સાઇનેરજેન'એ કોરોના વાયરસ (COVID19)ની સારવારમાં પ્રોટીન આધારિત સારવાર (Protein Treatment)ના ક્લિનિકલ ટ્રાયલ્સ (Clinical Trails)ના સારા પરિણામો મળ્યા છે. સાઇનેરજેને કહ્યું કે તેની એસએનજી 001 ફોર્મ્યુલેશન ઇંટરફેરોન બીટા નામના એક પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શરીર વાયરલ સંક્રમણ થવા પર પેદા કરે છે. તે સીધા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ફેફસાંમાં એક નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરે છે એવી આશા સાથે ઇન્જેક્ટ કરવામાં આવે છે કે તે તેના શરીરમાં રોગપ્રતિકારક પ્રતિભાવ લાવશે.


આ પણ વાંચો:- UAEનું પ્રથમ મંગળ મિશન HOPE જાપાનથી થયું લોન્ચ, ફેબ્રુઆરીમાં મંગળની કક્ષામાં પ્રવેશે તેવી આશા


સાઇનેરજેનના સીઇઓ રિચાર્ડ માર્સેડેને કહ્યું, કોવિડ-19 દર્દીઓમાં એસએનજી 001નું આ આકારણી હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓની સારવારમાં મોટી સફળતા (Succes)ના સંકેત હોઈ શકે છે. આજે જાહેર કરાયેલા પરીક્ષણ પરિણામોથી (Test Results) ખુશ છે, જેણે બતાવ્યું હતું કે એસએનજી 001 હોસ્પિટલમાં દાખલ થવાથી કોવિડ-19 દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી થાય છે.


આ પણ વાંચો:- હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ડાન્સ, સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ Video


કંપનીએ કહ્યું કે આ સિવાય એસએનજી 001થી શ્વાસની તકલીફોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, જે કોવિડ-19 સંક્રમિત દર્દીઓના મુખ્ય લક્ષણોમાંનું એક છે. પરીક્ષણો દર્શાવે છે કે દવાઓ લેતા દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા માટેનો સમય પણ ઓછો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube