દેશની રાજધાનીથી જલ્દી દૂર થઇ જશે Coronavirus, વિશ્વાસ નથી થતો તો વાંચો આ સમાચાર
Trending Photos
નવી દિલ્હી: સપ્તાહના પહેલા દિવસે દિલ્હીની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે. 27 મે બાદ પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના એક હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આંકડાઓ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 954 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1784 દર્દીઓ સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 35 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 23 હજાર 747 કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જેમાંથી 1 લાખ 4 હજાર 918 સાજા થઇ ગયા છે. જ્યારે એક્ટિવ કેસ 15 હજાર 166 છે અને અત્યાર સુધીમાં 3663 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
આશાની વાત એ છે કે, અહીં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધીને 84.78 ટકા થઇ ગયો છે. જ્યારે ડેથ રેટ 3 ટકાથી પણ ઓછો છે. દિલ્હીમાં કોરોનો દર્દીઓનો ડેથ રેટ 2.96 ટકા છે.
આંકડાઓ પર એક નજર
કુલ એક્ટિવ કેસ- 15,166
છેલ્લા 24 કલાકમાં RT-PCR ટેસ્ટ- 4177
છેલ્લા 24 કલાકમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ- 7293
છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ ટેસ્ટ- 11,470
અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ- 8,30,459
હોઇ આઇસોલેશનમાં દર્દી- 8379
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે