હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ડાન્સ, સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ Video
Trending Photos
બેલ્લારી: દુનિયાભરમાં જ્યા એક તરફ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત લોકો તમામ પ્રકારની સમસ્યાઓથી લડી રહ્યાં છે તો બીજી તરફ કર્નાટકમાં કેટલાક એવા દર્દીઓ પણ છે જે પોઝિટિવ હોવા છતાં પણ હોસ્પિટલમાં ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કોરોના દર્દીઓનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
આ વીડિયો કર્નાટકના બેલ્લારીમાં સ્થિત એક હોસ્પિટલનો છે. જેમાં દાખલ કોવિડ-19ના એસિપ્પોમેટિક (Asymptomatic) દર્દીઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, Asymptomatic એવા કોવિડ-19 સંક્રમિત દર્દી હોય છે જેમને વાયરસના લક્ષણ નથી દેખાત પરંતુ ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ આવે છે.
#WATCH Karnataka: Asymptomatic #COVID19 positive patients organise a flash mob at a COVID care centre in Bellary where they are admitted. (19.07.2020) pic.twitter.com/30D6E4ESOV
— ANI (@ANI) July 20, 2020
હોસ્પિટલમાં મનોરંજન કરતા આ તમામ Asymptomatic દર્દીઓને સોશિયલ ડેસ્ટેન્સિંગના નિયમોનું પાલન કર્યું છે. તમામ દર્દી એક-એક મીટરના અંતર પર ડાન્સ કરતા જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે