Nepal`s New PM: પુષ્પ કમલ દહલ `પ્રચંડ` બન્યા નેપાળના નવા પીએમ, ત્રીજીવાર સંભાળી કમાન
પુષ્પ કમલ દહલ `પ્રચંડ` નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને પદ અને ગોપનિયતાની શપથ અપાવી હતી. તે ત્રીજીવાર નેપાળના પ્રધાનમંત્રી બન્યા છે.
Nepal's New PM Oath: પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' નેપાળના નવા પ્રધાનમંત્રી બની ગયા છે. તેમણે નેપાળના પ્રધાનમંત્રી તરીકે ત્રીજીવાર પદ અને ગોપનિયતાની શપથ લીધી છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ સોમવારે (26 ડિસેમ્બર) સાંજે 4 વાગે પીએમ પદની શપથ અપાવી હતી.
રવિવારે (25 ડિસેમ્બર) ના રોજ સીપીએન-માઓઇસ્ટ સેન્ટરના અધ્યક્ષ પ્રચંડ (68) ને સદનના 169 સભ્યોના સમર્થન પત્ર રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સોંપી દીધા હતા ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેમને નેપાળના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા.
30 દિવસમાં સાબિત કરવો પડશે બહુમત
ભારે બહુમતથી પ્રધાનમંત્રી નિયુક્ત થવા છતાં પ્રચંડને નેપાળના સંવિધાનના અનુચ્છેદ 76 (4) ના અનુસાર 30 દિવસની અંદર નીચલા સદનમાં વિશ્વાસ મત સાબિત કરવો પડશે. સંવૈધાનિક વકીલ મોહન આચાર્યના અનુસાર ગઠબંધન સરકારના પ્રધાનમંત્રીએ આ સાબિત કરવું પડશે કે તેમને સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત છે.
આ પણ વાંચો: પરફેક્ટ સેક્સ લાઇફમાં ગાદલાનું પણ છે ખાસ યોગદાન! કામ લાગશે આ 3 ટિપ્સ!
આ પણ વાંચો: Karan Johar એ Malaika Arora ને પૂછ્યું શું તે Sex Toys નો ઉપયોગ કરે છે? અને પછી...
આ પણ વાંચો: લોટ બાંધતી વખતે રાખો સાવધાની, નાનકડી ભૂલ બની જશે જીવનભરનો પસ્તાવો
TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube