તેહરાનઃ બગદાદમાં અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડના મેજર જનરલ કાસિમ સુલેમાની બાદ મધ્ય એશિયા તણાવની સ્થિતિમાં પહોંચી ગયું છે. અમેરિકાએ આ હુમલો તેના દુતાવાસ પર ઇરાકી શિયા સમુદાયના હિંસક પ્રદર્શન બાદ કર્યો છે. આ પ્રદર્શનકારીઓની લિંક સીધી રીતે ઇરાન સાથે હતી. કાસિમ સુલેમાની ઈરાની સેનાની વચ્ચે એક મોટુ નામ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1957 માં થયો હતો સુલેમાનીનો જન્મ
સુલેમાનીનો જન્મ 1957માં થયો હતો અને 1979માં તેઓ રિવોલ્યૂશનરી ગાર્ડમાં ભરતી થયા હતા. કાસિમનું લશ્કરી કરિયર ખુબ મોટુ અને શાનદાર રહ્યું હતું. સેનામાં કાસિમ ખુબ ઝડપથી આગળ વધી રહ્યાં હતા. જ્યારે તે 30 વર્ષના હતા ત્યારે તેને 41મી સારાલ્હા ડિવીઝનની કમાન સોંપવામાં આવી હતી. 80ના મધ્યમાં તેણે ઇરાકના શાસક સદ્દામ હુસૈનને હટાવવા માટે સીક્રેટ મિશનની શરૂઆત કરી હતી. તે માટે તેણે ઇરાકી કુર્દ લડાકુનો પણ સાથ લીધો હતો. 


અમેરિકા અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ, રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું, 'Iran બદલો લેશે'


નિભાવી મહત્વની ભૂમિકા
ખાડી યુદ્ધ બાદ કાસિમને અફઘાન સરહદથી થનારા નશાકારક પદાર્થને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 2002મા કાસિમને કુદ્સ ફોર્મના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ ફોર્સ રિવોલ્યૂશનરી ગાર્ડનું એક યૂનિટ છે જે ઈરાનની બહાર ત્યાંની પોલિસી અને બીજા મહત્વના કામને પૂરા કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે. આ ઈરાનની એલિટ ફોર્સનો ભાગ છે. તમને જણાવી દઈએ કે કાસિમની જવાબદારી માત્ર ઈરાનના સુપ્રીમ લીડરને હતી. અમેરિકાએ ન માત્ર કાસિમ પર પરંતુ વિશ્વભરના રિવોલ્યૂશનરી ગાર્ડ પર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો. 


વર્ષ 2011માં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનીએ કાસિમને રિવોલ્યૂશનરી ગાર્ડનો મેજર જનરલ બનાવ્યા હતા. જે સમયે બગદાદમાં તેના પર અમેરિકાએ રોકેટથી હુમલો કર્યો તેના થોડા સમય પહેલા જ તેણે એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે અમેરિકા પોતાના દુતાવાસ પર હુમલાનો બદલો લેવા માટે કોઈ કાર્યવાહી કરી શકે છે. પોતાની ચેતવણી બાદ તેમણે કહ્યું કે, ઈરાન યુદ્ધ તરફ આગળ વધી રહ્યું નથી. પરંતુ એક સંભવિત ખતરા તરફ જરૂર જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકા સુલેમાનીને ઇરાકમાં સ્થિત અમેરિકી ગઠબંધન સેનાઓના ઠેકાણા પર હુમલાનો દોષી માનતું આવ્યું છે. 


US એ બગદાદ એરપોર્ટ પર કરી એર સ્ટ્રાઇક, ઇરાનના કુદ્સ ફોર્સના ચીફને ઠાર માર્યો


છેલ્લા 20 વર્ષમાં અમેરિકા, ઇઝરાયલ અને અરબની એજન્સીઓએ સુલેમાનીને મારવા માટે અનેક પ્રયત્ન કર્યો પરંતુ તેઓ દર વખતે બચતા રહ્યાં હતા. સુલેમાનીની સેનાને ઇરાનની સરહદ બહાર ઓપરેશનની જવાબદારી હતી. સુલેમાનીએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટને હરાવવામાં લાગેલા સશસ્ત્ર દળની પણ મદદ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube