US એ બગદાદ એરપોર્ટ પર કરી એર સ્ટ્રાઇક, ઇરાનના કુદ્સ ફોર્સના ચીફને ઠાર માર્યો
અમેરિકા (US)એ ગુરૂવારે રાતે ઇરાક (Iraq)ની રાજધાની બગદાદ (Baghdad)માં એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો. આ હુમલામાં ઇરાન (Iran)ના કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યું છે. તો બીજી પોપ્યુલર મોબાઇલજેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મહાંદિસના મોતના પણ સમાચાર છે.
Trending Photos
બગદાદ: અમેરિકા (US)એ ગુરૂવારે રાતે ઇરાક (Iraq)ની રાજધાની બગદાદ (Baghdad)માં એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો. આ હુમલામાં ઇરાન (Iran)ના કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યું છે. તો બીજી પોપ્યુલર મોબાઇલજેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મહાંદિસના મોતના પણ સમાચાર છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના નિર્દેશ પર અમેરિકી મિલિટ્રીએ અમેરિકાની સુરક્ષા માટે આ નિર્ણાયક સુરક્ષાત્મક કાર્યવાહીને અંજામ આપ્યો જેમાં ઇરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સની કુદ્સ ફ ઓર્સના ચીફ મેજર જનરલ કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'જનરલ સુલેમાની ઇરાક અને તેના વિસ્તારમાં અમેરિકન ડિપ્લોમેટ્સ અને સર્બિસ મેમ્બર્સ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. જનરલ સુલેમાની અને તેની કુદ્સ ફોર્સ હજારો અમેરિકન અને ગઠબંધન સેવા સભ્યોના મોતના જવાબદારી લીધી હતી.'
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જનરલ સુલેમાનીએ ગત કેટલાક મહિનામાં ગઠબંધનના અડ્ડાઓ પર હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં 27 ડિસેમ્બરના રોજ તે હુમલામાં પણ સામેલ હતો જેમાં અમેરિકી અને ઇરાકી નાગરિકોના મોત નિપજ્યા હતા.
'આ એરસ્ટ્રાઇક ભવિષ્યમાં ઇરાની હુમલાની યોજનાઓને રોકવાના હેતુથી કરવામાં આવી. અમેરિકા ભલે ગમે ત્યાં હોય, પોતાના નાગરિકોની રક્ષા માટે તમામ જરૂરી કાર્યવાહીને ચાલુ રાખશે. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના ધ્વજનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે