Disrupted Sleep Cycle can be Dangerous: ફેફસાની બીમારીવાળા દર્દીઓ માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ધ્રુમપાનની સરખામણીમાં અપૂરતી ઊંઘ કે ખલેલવાળી ઊંઘ વધુ હાનિકારક નીવડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચના તારણોમાં જાણવા મળી આ વાત
કેલિફોર્નિયા યુનિવર્સિટી- સાન ફ્રાન્સિસ્કોના રિસર્ચર્સે જાણ્યું છે કે COPD (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિસ) ના દર્દીઓ માટે અપૂરતી ઊંઘ સારી ઊંઘવાળાની સરખામણીમાં મુસીબતો નોતરતા જોખમને 95 ટકા જેટલું વધારી શકે છે. ઓછી ઊઁઘ ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને રોગના કારણે મૃત્યુદરમાં તેજી લાવી શકે છે. 


અપૂરતી ઊંઘ નોતરે છે સમસ્યા
'સ્લીપ' મેગેઝીનમાં છપાયેલા રિસર્ચના તારણમાં પલ્મોનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના યુસીએસએફ ડિવિઝનના એક નૈદનિક પ્રભારી આરોન બોઘે જણાવ્યું કે આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે "અપૂરતી ઊંઘ સંક્રમણ સામે લડતા એન્ટીબોડી અને સુરક્ષાત્મક સાઈટોકિન્સમાં ઘટાડા સાતે જોડાયલી છે."


ઊંઘની ગુણવત્તા પર થયું રિસર્ચ
રિસર્ચસે પુષ્ટિ કરાયેલા સીઓપીડીવાળા 1647 દર્દીઓનું અનુસરણ કર્યું. તેમણે ફ્લેયર-અપની નોંધણી કરી, કે જેમને ઉપચારની જરૂરિયાતવાળા લક્ષણોના અલ્પકાલિક બગડવાના રૂપમાં પરિભાષિત કરાયા અને ઊંઘની ગુણવત્તા પર સ્વયં રિપોર્ટ કરાયેલા ડેટા સાથે તેમની ઘટનાઓની સરખામણી કરી. 


યુસીએસએફ સ્કૂલ ઓફ મેડિસિન અને પલ્મોનોલોજિસ્ટ નીતા ઠાકુરે કહ્યું કે 'સીઓપીડીના દર્દીઓનું મૂલ્યાંકન કરનારા ડોક્ટર્સ દ્વારા ઊંઘ વિશેના સવાલોની મોટાભાગે અવગણના થતી હોય છે.'


Viral News: આ દેશમાં સોના કરતા પણ મોંઘા વેચાય છે કોન્ડોમ, એક પેકેટનો ભાવ જાણી ચોંકી જશો


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube