કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 15 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan Train Accident: પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે દર્દનાક અકસ્માત થયો છે. હજારા એક્સપ્રેસની 7 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને 7 લોકોના મોત પણ થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમાચાર ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ કરાચીથી લગભગ 275 કિલોમીટર દૂર સ્થિત એક સ્ટેશન પાસે થયેલા આ ભીષણ ટ્રેન અકસ્માતમાં હજુ વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
પ્રસાશન બચાવ અભિયાન ચલાવી રહ્યું છે અને આજુબાજુની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જિયો ન્યૂઝે શક્કુર રેલ મંડળના અધીક્ષક મહમૂદુર્રહમાનના હવાલે જણાવ્યું કે દુર્ઘટનાના કારણે, અપ ટ્રેક પર ટ્રેનોની અવરજવર બંધ કરાઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube