READING BOOKS: જલદી ધનવાન બનવા માંગો છો? તો વાંચો આ પાંચ પુસ્તકો
દરેકનું જીવનમાં સપનું હોય છે ધનિક થવાનું. પરંતુ, ધનિક થવા માટે પણ તમારે પ્રયાસો કરવા પડે અને તેના માટે કેટલાક સાધનોની જરૂર પડે છે. તેમ છતાં ઘણા લોકો આવા સાધનોની અવગણના કરે છે. અહીં સાધનો વાત થઈ રહી છે. તો તમને લાગશે ક્યું છે આ સાધન. આ સાધન છે પુસ્તક.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેકનું જીવનમાં સપનું હોય છે ધનિક થવાનું. પરંતુ, ધનિક થવા માટે પણ તમારે પ્રયાસો કરવા પડે અને તેના માટે કેટલાક સાધનોની જરૂર પડે છે. તેમ છતાં ઘણા લોકો આવા સાધનોની અવગણના કરે છે. અહીં સાધનો વાત થઈ રહી છે. તો તમને લાગશે ક્યું છે આ સાધન. આ સાધન છે પુસ્તક. ત્યારે, આજે અમે તમને 5 એવા પુસ્તકો વિશે જણાવવા જઈ રહ્યા છે. જે તમારા અને ધનવાન થવાના રસ્તા વચ્ચેનો ફરક ઓછો કરી શકે છે.
1. ધ મિલ્યનેર નેક્સટ ડોર (THE MILLIONAIRE NEXT DOOR)
થોમસ સ્ટેનલી અને વિલીયમ ડેન્કો દ્વારા 1996માં પ્રથમવાર પબ્લીશ થયેલું પુસ્તક ધનવાન બનવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તના લેખકોએ અમેરિકાના ધનિકોના જીવનશૈલી પરથી પુસ્તક લખી છે. જેમાં, સૌથી પ્રથંમ પોઈન્ટ છે પોતાની કમાણી કરતાં ઓછું ખર્ચ કરવું. આ કરવાથી તમે વધુ પડતી ખરીદીને રોકી શકો છો અને એ બચેલા પૈસાથી ઈન્વેસ્ટ કરી શકો છો.
2. હાવ રિચ પીપલ થિંક (HOW RICH PEOPLE THINK)
લેખક સ્ટિવ સાયબોલ્ડે આ પુસ્તક લખવા માટે 30 વર્ષ સુધી 1 હજાર ધનિકોના ઈન્ટરવ્યું કર્યા હતા. જેમાં, તેમણે એક એવરેજ વ્યક્તિ અને એક ધનવાન વ્યક્તિ વચ્ચેના વિચોરોનો તફાવત જાણ્યો હતો.
3. થ સાયન્સ ઓફ ગેટિંગ રિચ (THE SCIENCE OF GETTING RICH)
વોલસ વોટલે લખેલી આ પુસ્તક પોઝિટિવ વિચારશક્તિથી પૈસાદાર કેવી રીતે બનવું તેના પર ફોક્સ કરે છે. આ પુસ્તકમાં તમે કેવી રીતે તમે તમારા વિચારોથી સજ્જ થઈને સંપત્તિને આકર્ષિત કરી શકો તે જણાવવામાં આવે છે.
4. થ મિલ્યનેર ફાસ્ટ લેન (THE MILLIONARE FAST LANE)
થ મિલ્યનેર ફાસ્ટ લેન તમને મદદ કરશે તમે શું કરી શકો છો અને તમે શું નથી કરી શકતા વચ્ચેના તફાવતની જાણવાની. મિલ્યનેર ફાસ્ટ લેન તમને મદદ કરશે એવા રસ્તાઓ લેવા વિશે જેનાથી તમે ઝડપથી ધનવાન બની શકો છો.
5. ધ ઓટોમેટિક મિલ્યનેર (THE AUTOMATIC MILLIONARE)
ધ ઓટોમેટિક મિલ્યનેર ડેવિડ બાચ દ્વારા લખાયેલી છે. જે તમને શીખવાડશે કે ધનિક બજેટથી નહીં થવાય પણ પ્રોપર ફાઈનાન્સય્લ પ્લાનથી થવાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube