Us Elections: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- `બંધ કરો ગણતરી`
US Presidential Election Results: જો બાઇડનને હવે વાઇટ હાઉસ પહોંચવા માટે માત્ર એક સ્ટેટમાં જીતની જરૂર છે. તેમના ખાતામાં 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે. વિસ્કોન્સિન અને મિશિગનમાં જીતની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુશ્કેલ દેખાઈ રહી છે.
વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે. ડેમોક્રેટ જો બાઇડનને હવે વાઇટ હાઉસ પહોંચવા માટે માત્ર એક સ્ટેટમાં જીતની જરૂર છે. તેમના ખાતામાં 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે. વિસ્કોન્સિન અને મિશિગનમાં જીતની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુશ્કેલ દેખાઈ રહી છે. ટ્રમ્પની પાસે 214 ઇલેક્ટોરલ વોટ છે અને તેમણે જીતવા માટે પેન્સિલ્વેનિયા, નોર્થ કૈરોલિના, જોર્જિયા અને નેવાડા- ચારેય રાજ્યો જીતવા પડશે.
બાઇડેનને ઐતિહાસિક મત
બાઇડેનને પહેલા જ દેશના ઈતિહાસમાં સૌથી વધુ 7.1 કરોડ વોટ મળી ચુક્યા છે. જો બાઇડેન હજુ પણ બધા વોટ ગણવા પર ભાર આપી રહ્યા છે. તેમણે તે માટે એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ પહેલા તેમણે દાવો કર્યો હતો કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં આવશે. તેમણે તે પણ કહ્યું કે, જ્યારે આમ થશે તો કોઈ બ્લૂ કે રેડ સ્ટેટ નહીં હોય, માત્ર 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' હશે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube