Farmers Protest: રિહાનાના સવાલ પર કંગનાનો પલટવાર- ચુપ રહો, અમે તમારી જેમ દેશ નથી વેચી રહ્યાં
રિહાનાએ ટ્વિટર પર એક ન્યૂઝ શેર કર્યા છે, જેમાં કિસાન આંદોલન (Kisan Andolan) ને કારણે પ્રભાવિત ઈન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેમ આંદોલનને કારણે હરિયાણાના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farm Laws) ની વિરોધમાં કિસાનોનું પ્રદર્શન બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે. એક તરફ કિસાન પાછળ હટવા તૈયાર નથી, તો સરકાર પણ કાયદો રદ્દ કરવાના મૂડમાં નથી. દિલ્હીની સરહદો પર આકરી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારો સમય કિસાન આંદોલન (Kisan Andolan) માટે ખુબ મહત્વનો થવાનો છે.
તેમાં કોઈ બે મત નથી કે કિસાન મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પોતાનો અવાજ મજબૂત કરી રહ્યાં છે. તેમનો અવાજ સાત સમુંદર પાર પણ પહોંચી રહ્યો છે. કિસાનોનો અવાજ જાણીતા સિંગર અને પરફોર્મર રિહાના (Rihanna) સુધી પણ પહોંચ્યો છે. રિહાનાએ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે, જેને લઈને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) એ હુમલો કર્યો છે.
Kangana ranaut એ ભાઈ-બહેનોને આપી આટલા કરોડની ભેટ, ચંદીગઢમાં ખરીદ્યા 4 ફ્લેટ
બોર્ડર પર બની છે તણાવપૂર્ણ સ્થિતિ
હવે રિહાનાએ આટલું લખ્યું તો તેના ફેન્સ પણ આ મુદ્દા પર ડિસ્કસ કરવા લાગી. કેટલાક ફેન્સે તેને ભારતના કિસાન આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી. રિહાનાના કેટલાક ફેન્સ તેના આ ટ્વીટથી ખુશ થયા અને તેણે કિસાનોનું સમર્થન કરવા માટે રિહાનાનો સપોર્ટ કર્યો.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube