ભારતમાં ટ્વિટર બ્લૂની શરૂઆત થઇ જવા જઇ રહી છે. સમાચાર છે કે પ્લેટફોર્મ ભારતીય યૂઝર્સ પાસેથી તેના માટે દર મહિને 719 રૂપિયા વસૂલી શકે છે. જોકે સત્તાવાર કિંમતની જાહેરાત થઇ નથી. પરંતુ કેટલાક યૂઝર્સ પાસે સબ્સક્રિપ્શન માટે મેસેજ આવવા લાગ્યા છે. કંપનીએ બુધવારે અમેરિકા, બ્રિટન અને કેટલાક અન્ય દેશોમાં ટ્વિટર બ્લૂની શરૂઆત કરી દીધી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કેટલાક યૂઝર્સને ટ્વિટર બ્લૂને સબ્સક્રાઇબ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આગામી થોડા દિવસોમાં આ સેવા ભારતમાં પુરી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. સમાચાર છે કે અમેરિકા, બ્રિટન સહિત અન્ય દેશોમાં આ સર્વિસ માટે 7.99 ડોલર વસૂલવામાં આવી રહ્યા છે. ભારતમાં આ સુવિધા સૌથી પહેલાં આઇફોન યૂઝર્સને મળશે. 


શું છે ટ્વિટર બ્લૂ?
ટ્વિટર બ્લૂના અંતગર્ત યૂઝર્સને કોઇપણ જાતના વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થયા વિના બેજ મળી જાય છે. કંપનીના માલિક એલન મસ્કે પણ તાજેતરમાં કહ્યું હતું કે ટ્વિટર બ્લૂ યૂઝર્સને પ્લેટફોર્મ પર પ્રાથમિકતા મળશે. ખાસ વાત છે કે આ સર્વિસને લઇને મામલો વિવાદાસ્પદ જ રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે ટ્વિટર તમામ યૂઝર્સને વેરિફિકેશન બેજ આપવામાં આવી રહ્યો છે, જે સુવિધાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. 

હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણી લો પીએમ કિસાન યોજનાના નવા નિયમ


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube