Vladimir Putin: રશિયામાં વેગનર સમૂહના વિદ્રોહ બાદ સ્થિતિ બેકાબૂ બની છે. વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝીને દાવો કર્યો છે કે તેમના યોદ્ધાઓએ રોસ્તોવમાં રશિયન સેનાના દક્ષિણી સૈન્ય હેડક્વાર્ટર પર કબજો જમાવ્યો છે. પ્રિગોઝીને પોતે રોસ્તોવમાં રશિયન સેના હેડક્વાર્ટરની અંદર હોવાનો દાવો કર્યો છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિદ્રોહ કનારાઓને અંજામ ભોગવવાની ધમકી આપી છે. રશિયન સેનાએ મોસ્કો સહિત અનેક મોટા શહેરોની સુરક્ષા વધારી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વેગનરના વિદ્રોહને જોતા મોસ્કોમાં એક ઈમરજન્સી બેઠકની અધ્યક્ષતા પણ કરી. બીજી બાજુ રશિયાના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વેગનરના અનેક ફાટર્સને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે તેમને સ્થાયી બેસ સુધી સુરક્ષિત પાછા ફરવાની ગેરંટી આપીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિને આપી ધમકી
પુતિને રશિયાના નાગરિકો, સેના અને સુરક્ષા એજન્સીઓને સંબોધિત કરતા કહ્યું કે રશિયન અધિકારી રશિયામાં ફરી વિભાજન થવા નહીં દે, લોકોની સુરક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાતે તમામ દિશાઓના સૈન્ય કમાન્ડરો સાથે વાત કરી, સેના બહાદુરીથી લડી રહી છે. તેમણે યુક્રેનમાં રશિયન સેનાના વિશેષ  સૈન્ય અભિયાન દરમિયાન કોઈ પણ વિવાદથી દૂર રાખવાની શિખામણ પણ આપી. તેમણે વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝીન પર નિશાન સાધતા કહ્યું કે અત્યાધિક મહત્વકાંક્ષાઓના કારણે રશિયા વિરુદ્ધ દેશદ્રોહ થયો. પુતિને આંખ ફેરવીને કહી દીધુ કે વિદ્રોહના પ્રયત્ન માટે જવાબદાર તમામ લોકોએ નિશ્ચિતપણ સજાનો સામનો કરવો પડશે. તેમણે કાયદો અને લોકોને જવાબ આપવાનો રહેશે. 


તેમણે કહ્યું કે રશિયા પોતાના ભવિષ્ય માટે કડક સંઘર્ષ કરી રહ્યું છે. આ માટે તેમણે તે તમામ ચીજોને છોડવાની જરૂર છે જે આપણને નબળી કરે છે. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રના ભાગ્યનો નિર્ણય હાલ થઈ રહ્યો છે. આપણે તમામ તાકાતોને એકજૂથ કરીને અને કોઈ પણ મતભેદને દૂર કરવાની જરૂર છે. સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે આજે આપણે જે ચીજનો સામનો કરી રહ્યા છીએ તે આંતરિક વિશ્વાસઘાત છે. આપણને રશિયામાં આપણી તમામ સેનાઓની એક્તાની જરૂરિયાત છે. જે  કોઈ પણ વિદ્રોહના પક્ષમાં પગલું ભરશે તેને દંડિત કરાશે. તેમણે  કાયદો અને અમારા લોકોને જવાબ આપવો પડશે. 


તેમણે કહ્યું કે હાલ અમે જે જોઈ રહ્યા છીએ તે પીઠમાં ખંજર ભોંકવા જેવું છે અને તેમણે તેની સજા ભોગવવી પડશે. અમે અમારા લોકોના જીવન અને સુરક્ષા માટે લડી રહ્યા છીએ અને કોઈ પણ મતભેદ વગર તે દૂર થવું જોઈએ. પુતિને ખુબ જ કડક શબ્દોમાં કહ્યું કે આ સશસ્ત્ર વિદ્રોહ પર અમારી કઠોર પ્રતિક્રિયા હશે. અંગત હિતોના કારણે દેશ સાથે વિશ્વાસઘાત થયો અને અમે અમારા દેશ અને અમારા નાગરિકોની રક્ષા કરીશું. 


આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે રશિયામાં સંકટ ઘેરાયેલા સંકટ પર ક્રેમલિનની પૂરેપૂરી નજર છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને વેગનર બોસ યેવગેની પ્રિગોઝીનના સશસ્ત્ર તખ્તાપલટના પ્રયત્ન અંગે નિયમિત રીતે જાણકારી આપવામાં આવી રહી છે. ક્રેમલિને કહ્યું કે પુતિનને રક્ષા મંત્રાલય, આંતરિક મામલાના મંત્રાલય અને નેશનલ ગાર્ડથી સતત આ મામલે જાણકારી મળી રહી છે. રશિયાની સંસદ ડ્યૂમાની સુરક્ષા પણ વધારવામાં આવી છે. 


રશિયન સેનાના પ્રાદેશિક હેડક્વાર્ટર પર વેગનરનો કબજો
વેગનર પ્રમુખ પ્રિગોઝીને રશિયાના દક્ષિણી શહેર રોસ્તોવ ઓન ડોનમાં રશિયન સેના હેડક્વાર્ટરની અંદર હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમના ફાઈટર્સે શહેરના સૈન્ય સ્થળો પર નિયંત્રણ કરી  લીધુ છે. પ્રિગોઝીને ટેલીગ્રામ પર એક વીડિયોમાં કહ્યું કે અમે (સેના) હેડક્વાર્ટરની અંદર છીએ, સવારના 7.30 વાગ્યા છે (4:30 GMT) વેગનર પ્રમુખે કહ્યું કે રોસ્તોવમાં એક એરપોર્ટ સહિત અનેક સૈન્ય સ્થળ અમારા નિયંત્રણમાં છે. બીજી બાજુ મધ્ય રશિયામાં લિપેત્સક ક્ષેત્રના ગવર્નરે મોસ્કોને દક્ષિણ ક્ષેત્રોથી જોડનારા એમ-4 મોટરવેને અવરજવર માટે બંધ કરી દીધો છે. 


રશિયામાં પુતિન વિરુદ્ધ બળવો, મોસ્કોના રસ્તાઓ પર ઉતર્યા ટેંક, જાણો કોણે કર્યો વિદ્રોહ


કોરોના બાદ હવે દુનિયા પર આ નવા જીવલેણ વાયરસનું જોખમ, WHO એ આપી ચેતવણી


US માં જોવા મળ્યો પાટીદાર પાવર, મહેમાનોને પીરસાઈ પટેલ વાઈન, ખાસ જાણો તેના માલિક વિશે


વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝીને માંગણી કરી છે કે રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ અને રશિયાના ટોચના જનરલ વાલેરી ગેરાસિમોવ દક્ષિણી શહેર રોસ્તોવ ઓન ડોનમાં તેમને મળવા માટે આવ્યા. સોશિયલ મીડિયા પર  પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પ્રિગોઝીને કહ્યું કે તેઓ હજુ દક્ષિણી સૈન્ય જિલ્લાના હેડક્વાર્ટરમાં છે,જે રોસ્તોવ ઓન ડોનમાં છે. તેમણે હ્યું કે અમે અહીં પહોંચ્યા છીએ, અમે જનરલ સ્ટાફના પ્રુખ અને શોઈગુનું સ્વાગત કરવા માંગીએ છીએ. જ્યાં સુધી તેઓ ન આવે, અમે અહીં રહીશું અમે રોસ્તોવ શહેરની નાકાબંધી કરીશું અને મોસ્કો માટે કૂચ કરીશું. 


3 રશિયન હેલિકોપ્ટર તોડી પાડવાનો દાવો
વેગનર આર્મીનો દાવો છે કે તેમણે એક અન્ય શહેર વોરોનિશમાં પણ સૈન્ય સુવિધાઓને કબજામાં લીધી છે. સીએનએનના રિપોર્ટ મુજબ વેગનર અર્ધ સૈનિક સમૂહે શનિવારે દાવો કર્યો કે તેણે રશિયાના શહેર વોરોનિશમાં રશિયન સૈન્ય સુવિધાઓ પર નિયંત્રણ કરી લીધુ છે. વેગનરના ટેલિગ્રામ ચેનલના એક સંક્ષિપ્ત નિવેદનમાં કહેવાયં છે જ્યારે વેગનર સેનાએ 3 રશિયન હેલિકોપ્ટરોને પણ તોડી પાડ્યા એવું રિપોર્ટ્સમાં દાવો કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube