અમેરિકામાં જોવા મળ્યો પાટીદાર પાવર, મહેમાનોને પીરસાઈ 'પટેલ વાઈન', ખાસ જાણો તેના માલિક વિશે
Raj Patel: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેમનું અમેરિકામાં ગ્રાન્ડ વેલકમ થયું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી માટે શાનદાર સ્ટેટ ડિનરનું આયોજન કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનની મેજબાનીમાં વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિનર બાદ મહેમાનોને રેડ વાઈન પિરસવામાં આવી હતી.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે. આ દરમિયાન તેમનું અમેરિકામાં ગ્રાન્ડ વેલકમ થયું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી માટે શાનદાર સ્ટેટ ડિનરનું આયોજન કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેનની મેજબાનીમાં વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને જોતા શાકાહારી મેન્યૂ તૈયાર કરવામાં આવ્યું. આ સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના ખ્યાતનામ મહેમાનો સામેલ થયા. પીએ મોદી માટે ખાસ કરીને શાકાહારી મેન્યૂ તૈયાર કરવામાં આવ્યું. ડિનર બાદ મહેમાનોને રેડ વાઈન પિરસવામાં આવી હતી. આ વાઈનનું કનેક્શન ખાસ કરીને ગુજરાત સાથે છે. સ્ટેટ ડિનરમાં પટેલ 'રેડ બ્લેન્ડેડ 2019' વાઈન ખાસ કરીને સામેલ કરાઈ હતી.
જાણો કોણ છે રાજ પટેલ
વ્હાઈટ હાઉસના ડિનરમાં ડિનરનાં અંતમાં પટેલ રેડ બ્લેન્ડ 2019 (PATEL Red Blend 2019) સર્વ કરવામાં આવી હતી. પટેલ રેડ વાઈનનું કનેક્શન ગુજરાત સાથે છે. આ કંપનીની શરૂઆત રાજ પટેલે કરી છે. ગુજરાતમાં જન્મેલા રાજ પટેલ વર્ષ 1972માં અમેરિકામાં શિફ્ટ થઈ ગયા હતા. અમેરિકામાં જ તેમણે યુસી ડેવિસમાં અભ્યાસ પૂરો કર્યો અને પછી રોબર્ટ મોન્ડાવી વાઈનરીમાં ઈન્ટર્નશીપ કરી. વર્ષ 2000માં તેમણે પોતાનું વાઈન પ્રોડક્શન શરૂ કર્યું. તેમના વાઈનના પ્રોડક્શનની પહેલી રિલીઝ વર્ષ 2007માં થઈ હતી. હાલના સમયમાં તેમની વાઈનરી લગભગ 1000 કેસનું પ્રોડક્શન કરે છે. જો કિંમતની વાત કરીએ તો આ વાઈનની એક બોટલની કિમત 75 ડોલર એટલે કે લગભગ 6000 રૂપિયા છે.
પટેલ વાઈનનું ગુજરાત કનેક્શન
ઈટીના રિપોર્ટ મુજબ પટેલ રેડ બ્લેન્ડ 2019 રાજ પટેલના સ્વામિત્વવાળી નાપા વેલી વાઈનરીનું પ્રોડક્ટ છે. રાજ પટેલ ગુજરાતના રહીશ છે. જો કે ઘણા વર્ષો પહેલા તેઓ અમેરિકા જઈને વસી ગયા. તેમની વેબસાઈટ પર મળતી જાણકારી મુજબ આ ખાસ રેડ વાઈનને બ્લેક ચેરી, ક્રશ કોકો, બ્લેક પલ્મ, બેર, ચેરી અને રાસબેરીથી તૈયાર કરવામાં આવી છે. તેમણે યુએસ સ્ટેટ ડિનરના ખાસ મહેમાનો માટે આ રેડ વાઈન સર્વ કરી. જો કે તેઓ પોતે આ ડિનરનો હિસ્સો બની શક્યા નહીં. તેમને ડિનરમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું નહતું. તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસ તરફથી સ્ટેટ ડિનર માટે રેડ વાઈન સર્વ કરવાનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ તેમને આમંત્રણ મળ્યું નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે