6 ડિસેમ્બરથી ભારતના પ્રવાસે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, 10 સમજુતી પર થશે હસ્તાક્ષર
ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી યૂરી ઉશાકોવે જણાવ્યુ કે, પુતિન અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાર્તા બાદ બંને દેશો કેટલાક સેમી-કાન્ફિડેન્શિયલ સહિત 10 દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કરશે. રશિયન સમાચાર એજન્સી ટાસ સાથે વાત કરતા ઉશાકોવે જણાવ્યુ કે, આશરે 10 દ્વિપક્ષીય સમજુતી પર સાઇન કરવામાં આવશે, જે ખુબ મહત્વપૂર્ણ છે અને તેમાં કેટલાક સેમી-કાન્ફિડેન્શિયલ પણ છે. તેના પર હજુ કામ ચાલી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે યાત્રા દરમિયાન સમજુતી પર સહી કરવામાં આવશે.
ઉશાકોવે સમજુતીનું નામ લેવાનો ઇનકાર કરી દીધો કારણ કે તેને હજુ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેમણે જણાવ્યું કે, મોટાભાગની સમજુતી વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. મહત્વનું છે કે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે 6 ડિસેમ્બરે પુતિન નવી દિલ્હી આવી રહ્યા છે. આશરે બે વર્ષ બાદ બંને નેતા આમને-સામને હશે. નવેમ્બર 2019માં બ્રાસીલિયામાં બ્રિક્સ શિખર સંમેલન બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીની આ પ્રથમ ઇન-પર્સન બેઠક હશે.
આ પણ વાંચોઃ દુનિયાને ખતરામાં મૂક્યા બાદ ફરીવાર મોટા સંક્ટમાં ધકેલવા માંગે છે ચીન, જાહેર થયો બદ ઈરાદો
પુતિનની યાત્રા પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, બંને દેશના રક્ષા અને વિદેશ મામલાના મંત્રીઓ વચ્ચે 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં બેઠક થવાની છે. દિવસની શરૂઆત રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રક્ષા મંત્રી સુર્ગેઈ શોઇગુ, સૈન્ય-તકનીકી સહયોગ પર ઇન્ટરગવર્મેન્ટલ કમીશનના સહ-અધ્યક્ષોની બેઠકથી થશે.
21મું વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન 6 ડિસેમ્બરે બપોરે યોજાશે જેમાં દ્વિપક્ષીય સંબંધોની સંભાવનાઓની સમીક્ષા કરવામાં આવશે. બંને દેશ રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરશે. બાગચીએ જણાવ્યુ ક પુતિન અને પીએમ મોદીની પાસે આપસી હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીતની તક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube