સમગ્ર દુનિયાને ખતરામાં મૂક્યા બાદ ફરીવાર મોટા સંક્ટમાં ધકેલવા માંગે છે ચીન, ભીષણ સંઘર્ષની આશંકા

ચીન સતત તાઈવાનની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. આ અઠવાડિયે તેમની એક સબમરીન (Chinese submarine)ને તાઈવાન સ્ટ્રેટ (Taiwan Strait)માં જોવા મળી છે.

સમગ્ર દુનિયાને ખતરામાં મૂક્યા બાદ ફરીવાર મોટા સંક્ટમાં ધકેલવા માંગે છે ચીન, ભીષણ સંઘર્ષની આશંકા

તાઈપે: ચીન પોતાની હરકતોમાંથી ક્યારેય સુધરતું નથી, તેણે સમગ્ર દુનિયાને ખતરામાં મૂક્યા બાદ ફરીવાર મોટા સંક્ટમાં ધકેલવા માંગે છે. ચીન સતત તાઈવાનની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. આ અઠવાડિયે તેમની એક સબમરીન (Chinese submarine)ને તાઈવાન સ્ટ્રેટ (Taiwan Strait)માં જોવા મળી છે. ડિફેન્સ એક્સપર્ટ્સ તેને એક મોટા ખતરાના રૂપમાં જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સાંકડા જળમાર્ગમાં લશ્કરી જહાજોની વારંવાર હાજરી ભીષણ સંઘર્ષનું કારણ બની શકે છે.

ભીષણ સંઘર્ષની આશંકા
CNNની રિપોર્ટ અનુસાર, સબમરીન વિશેષજ્ઞ એચ.આઈ.સટન (H.I, Sutton) એ ઓપન સોર્સ યૂરોપીય સેટેલાઈટ ઈમેજરી સર્વિસ, સેન્ટિનલ-2માંથી લેવામાં આવેલી એક તસવીરમાં ચાઈનીઝ ટાઈપ 94 પરમાણું સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીનની ઓળખ કરી છે, જે તાઈવાન સ્ટ્રેટ (Taiwan Strait)માંથી પસાર થઈ રહી હતી. એક્સપર્ટસનું કહેવું છે કે ચીન અને તાઈવાનને વિભાજિત કરનાર આ જળમાર્ગમાં સેન્ય જહાજોની વધતી ઉપસ્થિતિ ભીષણ સંધર્ષનું કારણ બની શકે છે.

ખુબ જ ચોંકાવનારી ઘટના
સંરક્ષણ વિશેષજ્ઞોનું એવું પણ કહેવું છે કે તાઈવાન અને ચીનની વચ્ચે સંધર્ષ યુદ્ધ અચાનક જ શરૂ થવાની સંભાવના છે. જોકે, અત્યારે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તાઈવાન સ્ટ્રેટમાં ચીની સબમરીનની હાજરીનું કારણ શું છે. પરંતુ સટનનું કહેવું છે કે બની શકે કે SSBN અથવા બૂમર તરીકે ઓળખાતી આ ચીની સબમરીન પોતાના સામાન્ય મિશન પર હોય અને સમારકામ અથવા જાળવણી માટે PLAના નેવી બંદરે જઈ રહી હોય. જ્યારે, અન્ય નિષ્ણાતો કહે છે કે સુગર બૂમરનો દેખાવ ખૂબ જ આઘાતજનક છે.

ચીન વારંવાર ઘૂસણખોરી કરી રહ્યું છે
તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનની સરહદે સતત ઘૂસણખોરી કરી રહ્યું છે. તેના ફાઈટર જેટ્સ વારંવાર તાઈવાન બોર્ડર પર ઉડતા રહે છે. તે તાઈવાન પર જળમાર્ગે પણ દબાણ કરી રહ્યું છે. ચીનની આક્રમક કાર્યશૈલીના કારણે તાઈવાન સ્ટ્રેટમાં યુદ્ધ જહાજોની અવરજવર વધી ગઈ છે, જે ગમે ત્યારે મોટી લડાઈનું કારણ બની શકે છે. અમેરિકાએ પણ આ મુદ્દે ચીનને ચેતવણી આપી છે, પરંતુ તે કંઈ સાંભળવા તૈયાર નથી. તેથી, યુએસએ પણ આ વિસ્તારમાં તેની સૈન્ય હાજરી નોંધાવી છે.

નેવીને સતત બનાવી રહ્યા છે મજબૂત
આ અઠવાડિયે, યુએસ નેવીના 7મા બેડાના કમાન્ડર, વાઇસ એડમિરલ કાર્લ થોમસે જણાવ્યું હતું કે ચીનનો સામનો કરવા માટે પશ્ચિમ પેસિફિક વિસ્તારમાં યુએસ અને તેના સહયોગી એરક્રાફ્ટ કેરિયર્સની તૈનાતી જરૂરી છે. આ દરમિયાન ચીને પણ તેની દરિયાઈ શક્તિ વધારવાનું શરૂ કરી દીધું છે. ચીને નવેમ્બરમાં પીપલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN) ના કાફલામાં તેનું ચોથું ટાઈપ 55 ડિસ્ટ્રોયર સામેલ કર્યું હતું અને આગામી થોડા દિવસોમાં પાંચમું ડિસ્ટ્રોયર સામેલ થવાની સંભાવના છે. Type 55ને વિશ્વના સૌથી અદ્યતન અને શક્તિશાળી સરફેસ કોમ્બેટ જહાજોમાંનું એક ગણવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news