નવી દિલ્હી: રશિયાના દૂરના પૂર્વીય ક્ષેત્ર કામચત્સ્કીમાં મંગળવારે 28 લોકોને લઈ જઈ રહેલું વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. સ્થાનિક અધિકારીઓએ આ મહિતી આપી હતી. સ્થાનિક ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે પેત્રોપાવલોવ્સક-કામચત્સકી શહેરથી પલાના ગામ તરફ જતું એક એએન-26 વિમાન ગુમ થયું હતું. વિમાનમાં 22 યાત્રીઓ અને ક્રૂના છ સભ્યો સવાર હતા. સ્થાનિક પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાન પણ રડારથી ગાયબ થઈ ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિમાન કામચત્કા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું હતું. રશિયન સરકારી સમાચાર એજન્સી તાસના સમાચાર અનુસાર, વિમાન 1982 થી સેવા આપી રહ્યું હતું. કંપનીના ડિરેક્ટર, એલેક્સી ખાબારોવે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે વિમાનમાં કોઈ તકનીકી ખામી નથી.


આ પણ વાંચો:- કાકા છોડને પાણી આપતા હતા, અચાનક આખો છોડ ઉપર જવા લાગ્યો! સોશલ મીડિયા પર Viral થયો Video


સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. મીડિયા અહેવાલોથી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું છે. પરંતુ હજી સુધી આ સંદર્ભે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. તેમણે કહ્યું કે ગુમ થયેલા વિમાનને શોધવા માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- OMG...હવે આલ્કોહોલ સૂંઘવા માત્રથી ભાગી જશે કોરોના વાયરસ!


વિમાનની શોધખોળ ચાલુ
સત્તાવાર આરઆઈએ નોવોત્સી ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર, અનેક વહાણો વિમાનની પણ શોધ કરી રહ્યા છે. પલાના શહેર ઓખોત્સ્ક બીચ પર સ્થિત છે. કામચત્સ્કી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ઉતરવાનું હતું પરંતુ પલાનાના વિમાન મથકથી આશરે 10 કિલોમીટર (6 માઇલ) દૂર તેની સાથે સંપર્ક ખોવાઈ ગયો. પલાનાની સ્થાનિક સરકારના વડા ઓલ્ગા મોખિરેવા વિમાનમાં સવાર હતા.


આ પણ વાંચો:- જર્મનીએ ભારતીયોને આપી મોટી રાહત, યાત્રા પ્રતિબંધ હટાવ્યો, પણ કરવું પડશે આ કામ


તાસની સમાચાર અનુસાર, કામચત્કા એવિએશન એન્ટરપ્રાઈઝનું એંતોનોવે એન-28 વિમાન 2021 માં પેટ્રોપાવલોવ્સક- કામચત્સ્કીથી ઉપડતી વખતે પલાનામાં ઉતરણ કરતા પહેલા પર્વત વિસ્તારમાં ક્રેસ થયું હતું. વિમાનમાં 14 લોકો હતા, જેમાંથી 10 લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવમાં માર્યા ગયેલા બંને પાઈલટ્સના લોહીના નમૂનામાં દારૂના નિશાન મળી આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube