ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાને કડક ચેતવણી આપી છે. જેના બાદ રશિયાના તેવર થોડી ઢીલા પડ્યા છે. મંગળવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનશેન્કોવે માહિતી આપી કે, યુક્રેન સરહદ પર તૈનાત કેટલીક સેનાની ટુકડીઓને પરત બોલાવી લેવાઈ છે. જે યુદ્ધ ટળ્યાના પહેલા નિશાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો બાઈડેને સ્પષ્ટ કહ્યુ કે, તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો રશિયાના હુમલાથી યુક્રેનમા અમેરિકી નિશાન બન્યા તો તેનો આકરો જવાબ મળશે. બાઈડેને કહ્યુ કે, અમે યુક્રેન પર રશિયાના હુમલાનો નિર્ણાયક જવાબ  આપવા તૈયાર છીએ. રશિયાનો હુમલો થવાની હજી સંભાવના છે. અમે રશિયા સાથે સીધો ટકરાવ ઈચ્છતા નથી. જોકે, હુ સ્પષ્ટ છુ કે, જો રશિયા યુક્રેનમાં અમેરિકનોને નિશાન બનાવે છે તો અમને મજબૂરીમા જવાબ આપવો પડશે. 


આ વચ્ચે રશિયા મંગળવારે કહ્યુ કે, સૈન્ય અભ્યાસમા ભાગ લઈ રહેલી સેનાની ટુકડીઓ પોતાના સૈન્ય અડ્ડા પર પરત ફરવા લાગી છે. જોકે, રશિયાએ વાપસીની માહિતી આપી છે. તેનાથી એ આશા જાગી છે કે, કદાચ રશિયાની યોજના યુક્રેન પર હુમલો કરવાની ન હોય. હજી પણ એ સ્પષ્ટ નથી કે, રશિયાના રક્ષા મંત્રાલયે જે સૈન્ય ટુકડીઓના પરત આવવાની વાત કહી છે, તે ક્યાથી પરત આવી છે અને તેમની સંખ્યા કેટલી છે. 


જો બાઈડેનની ટીમે પણ રશિયાની ચેતવણી આપતા કહ્યુ કે, જો ક્રેમલિન ઈચ્છે તો કુટનીતિનો માર્ગ હજી પણ ખુલ્લો છે.