ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન, ડ્રેગનને લાગશે મરચા
રશિયાએ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે.
નવી દિલ્હી: રશિયા (Russia) એ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે.
ચીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી માટે કામના સમાચાર, ચીને આપ્યા આ નિર્દેશ
ભારતમાં રશિયન દૂતાવાસના ઉપ પ્રમુખ રોમન બબુશ્કિને કહ્યું કે "તેમની સરકાર વાતચીત દ્વારા પૂર્વ લદાખમાં તણાવ ઓછો થતો જોવા માંગે છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત અને ચીન વાતચીત દ્વારા સરહદ વિવાદ ઉકેલી લેશે." તેઓ પત્રકારો સાથે ઓનલાઈન વાતચીત કરી રહ્યા હતાં.
ચીનની આંખમાં દેખાયું ઝેર, ભારતને આપી ધમકી, જાણો શું કહ્યું...
રશિયાની આ ટિપ્પણી પૂર્વ લદાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા તાજા ઘર્ષણ બાદ વધેલા તણાવના એક દિવસ બાદ આવી છે. બબુશ્કિને કહ્યું કે "અમે બંને દેશો વચ્ચે વિવાદના સમાધાનની પ્રક્રિયામાં સામેલ નથી. અમે આ માટે સકારાત્મક માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ."
મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય
આ બાજુ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આઠ દેશોના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મંત્રીસ્તરની બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે ચાર દિવસના પ્રવાસે રશિયા ગયા છે. આ દરમિયાન તેઓ બેઠકથી અલગ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી શકે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube