રશિયાની Coronavirus Vaccineની 85% લોકો પર કોઈ આડઅસર નહીં
Russia Coronavirus Vaccine: કોરોના વાયરસ વેક્સિન Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.
મોસ્કોઃ કોરોના વાયરસ વેક્સિન Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. તેને બનાવનાર ગમલેયા રિચર્સ સેન્ડરના હેડ અલેગ્ઝેન્ડર ગિંટ્સબર્ગે સોમવારે આ વિશે જાણકારી આપી છે. અલેગ્ઝેન્ડે કહ્યુ, વેક્સિનની સાઇડ ઇફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી. Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.
પશ્ચિમી મીડિયાને આશંકા
રશિયાએ ઓગસ્ટમાં પોતાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન Sputnik V રજીસ્ટર કરાવી હતી. તેને લઈને વિશ્વમાં ખાસ કરીને પશ્ચિમમાં ખુબ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ આરોપ લગાવ્યો હતો કે રશિયા માત્ર વેક્સિનની રેસમાં આગળ નિકળવા માટે ઉતાવળ કરી રહ્યું છે. હકીકતમાં રશિયાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ વગર વેક્સિન રજીસ્ટર કરાવી દીધી હતી. તો રશિયાએ કહ્યું હતું કે, તેણે પોતાની જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેક્સિન બનાવી છે તેથી ઝડપથી વિકસિત કરી લીધી છે.
ઈસ્લામોફોબિયા: ફ્રાન્સ સામે એકજૂથ થયા મુસ્લિમ દેશો, ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બહિષ્કાર
રશિયાએ કર્યો હતો સવાલ
દિમિત્રીવે પશ્ચિમી મીડિયા પર સવાલ કર્યો. તેમણે પૂછ્યુ કે ચિન્પાન્જી adenovirus વેક્ટર પર આધારિત વેક્સિન તૈયાર કરવાના પ્રયાસમાં થનારા ખતરા પર મીડિયા ચુપ કેમ છે. કંપનીએ પહેલા કહ્યું હતુ કે રશિયાની વેક્સિનની ટ્રાયલના પરિણામમાં જાણવા મળ્યું કે, મનુષ્ય adenovirus વેક્ટર mRNA કે ચિન્પાન્જી adenovirus વેક્ટરથી સારી હોઈ શકે છે.
આ રીતે બને છે વેક્સિન
તેના બે ભાગવાળી રસીમાં રીકોમ્બીનેન્ટ હ્યૂમન અડેનોવાયરસ ટાઇપ 26 (આરએડી26-એસ) અને રીકોમ્બિનેન્ટ હ્યૂમન અડેનોવાયરસ ટાઇપ 5 (આરએડી5-એસ) સામેલ છે. અભ્યાસકર્તાઓ પ્રમાણે અડેનોવાયરસને કારણે સામાન્ય શરદી થાય છે. રસીમાં તેને પણ નબળી પાડી દેવામાં આવી છે જેથી તે માનવ કોશિકાઓમાં પ્રતિકૃતિ ન બનાવી શકે અને રોગ પેદા ન કરી શકે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube