ઈસ્લામોફોબિયા: ફ્રાન્સ સામે એકજૂથ થયા મુસ્લિમ દેશો, ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બહિષ્કાર

ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત એક નિવેદનને લઈને મુસ્લિમ દેશોએ ફ્રાન્સ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારની માગણી જોર પકડી રહી છે. સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને કતારમાં અનેક દુકાનોમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવી લેવાયા છે. એટલું જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન થયા છે. 
ઈસ્લામોફોબિયા: ફ્રાન્સ સામે એકજૂથ થયા મુસ્લિમ દેશો, ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બહિષ્કાર

પેરિસ: ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત એક નિવેદનને લઈને મુસ્લિમ દેશોએ ફ્રાન્સ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારની માગણી જોર પકડી રહી છે. સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને કતારમાં અનેક દુકાનોમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવી લેવાયા છે. એટલું જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન થયા છે. 

ઉત્પાદનો હટાવ્યા
સોમવારે તુર્કીના આહ્વાન પર અનેક ખાડી દેશોએ ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારનું એલાન કર્યું છે. કુવૈતમાં રિટેલ ચેન ચલાવનારા સમૂહે પોતાની દુકાનોમાંથી ફ્રાન્સની કંપનીઓની પ્રોડક્ટ્સ(French Products) હટાવી લીધી છે. આરબ જગતની સૌથી મોટી ઈકોનોમી રિયાધમાં પણ ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બોયકોટ શરૂ થયો છે. જ્યાં રવિવારે આ અંગે હેશટેગ ટ્વિટર ચાર્ટ પર બીજા નંબરે ટ્રેન્ડ કરતો રહ્યો.

ભારે નુકસાનની ભીતિ
ફ્રાન્સ વિરોધી આ અભિયાનથી ફ્રાન્સની કંપનીઓએ મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ખાસ કરીને બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓને મોટું નુકસાન થશે. કારણ કે ફ્રાન્સના બ્યુટી પ્રોડક્ટ્સ વિદેશમાં મોંઘા ભાવે વેચાય છે. ફ્રાન્સની પ્રોડક્ટ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી શાખ છે. બ્યુટી પ્રોડક્ટ્સની સાથે સાથે ડિઝાઈનર કપડા અને ફ્રેન્ચ વાઈન, શેમ્પેઈન પણ બીજા દેશોમાં ખુબ પ્રસિદ્ધ છે. 

સોશિયલ મીડિયા પર અભિયાન
સોશિયલ મીડિયા પર ફ્રાન્સ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર #BoycottFrenchProducts, #BoycottFrance Products, #boycottfrance #boycott_French_products #ProphetMuhammad ટ્રેન્ડ કરે છે. આ ઉપરાંત ફેસબુક અને વોટ્સએપ ઉપર પણ કેમ્પેઈન ચાલે છે. મોટાભાગના મુસ્લિમ દેશોમાં ફ્રેન્ચ ઉત્પાદનોના બહિષ્કારની માગણી જોર પકડી રહી છે અને આ માગણીની અસર પણ જોવા મળે છે. 

તુર્કીઓ ઝેર ઓક્યું હતું
આ અગાઉ તુર્કીએ સોમવારે તમામ મુસ્લિમ દેશોને અપીલ કરી હતી કે તેઓ ફ્રાન્સ નિર્મિત સામાનનો બહિષ્કાર કરે. તુર્કીનું કહેવું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામનું અપમાન કર્યું છે. જેના જવાબમાં ફ્રાન્સ સરકારે આ અપીલને કટ્ટરવાદી વિચારધારાનું પરિણામ ગણાવ્યું અને તુર્કીથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા. હકીકતમાં સીરિયાના યુદ્ધથી જ તુર્કી અને ફ્રાન્સ વચ્ચે સંબંધો ખરાબ થયા હતા. હવે નાગોર્નો કારાબાખ યુદ્ધ દરમિયાન પણ બંને દેશો ખુલીને એક બીજા પર આરોપો લગાવતા જોવા મળી રહ્યા છે. 

પાકિસ્તાને પણ રાજદૂતને તલબ કર્યા
પાકિસ્તાની ફ્રાન્સના રાજદૂતને તબબ કરીને રાષ્ટ્રપતિના નિવેદન વિરુદ્ધ પોતાનો અધિકૃત વિરોધ નોંધાવ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ટ્વીટ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જેનો તેમને જડબાતોડ જવાબ પણ મળ્યો હતો. આ બાજુ બાંગ્લાદેશમાં પણ ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું આહ્વાન કરાયું છે. ધાર્મિક સમૂહ ઈસ્લામિક યૂથ મૂવમેન્ટે રાજધાની ઢાકામાં એક રેલીનું આયોજન કર્યું અને ફ્રાન્સ સાથે રાજનયિક સંબંધ ખતમ કરવા પર ભાર મૂક્યો. આ સાથે જ ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારની પણ માગણી કરી. 

શું છે મામલો?
હકીકતમાં 16 ઓક્ટોબરના રોજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને એક ફ્રેન્ચ ટીચર સેમ્યુઅલ પેટીએ પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટુન બતાવ્યું હતું. આ ટીચરનું ગળું ચીરી નાખીને હત્યા કરી દેવાતા ફ્રાન્સમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટીચરને શ્રદ્ધાંજલિ આપતા આ ઘટનાને ઈસ્લામિક આતંકવાદ ગણાવી હતી. ત્યારથી જ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે અને ફ્રેન્ચ પ્રોડક્ટ્સના બહિષ્કારનું અભિયાન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news