Hajj 2020: હજ યાત્રા રદ્દ કરવાની તૈયારીમાં સાઉદી અરબ, આગામી સપ્તાહે થશે જાહેરાત
સાઉદી અધિકારીઓ અનુસાર, 2020 હજ યાત્રાને લઈને એક સપ્તાહની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે દર વર્ષે 20 લાખની નજીક તીર્થયાત્રી સાઉદી અરબ હજ માટે આવે છે.
રિયાદઃ કોરોના વાયરસના (Coronavirus in Saudi Arabia) વધતા પ્રકોપને કારણે સાઉદી અરબ તંત્ર આ વર્ષે હજ યાત્રા (Hajj 2020) રદ્દ કરવા પર વિચાર કરી રહ્યું છે. સાઉદી અધિકારીઓ અનુસાર, 2020 હજ યાત્રાને લઈને એક સપ્તાહની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે દર વર્ષે 20 લાખની નજીક તીર્થયાત્રી સાઉદી અરબ હજ માટે આવે છે.
સાઉદી અર્થવ્યવસ્થા પર ગંભીર પ્રભાવ
સાઉદી વહીવટી તંત્રએ માર્ચમાં બધા દેશોને અપીલ કરતા કહ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને કારણે હજના કોટાનો ઓછો રાખે. સાઉદી અરબની અર્થવ્યવસ્થામાં હજ અને ઉમરાહથી થનારી આવક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે હજને સ્થગિત કરવાથી સાઉદીની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગશે.
'હેન્ડશેક' પસંદ નથી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની હેરસ્ટાઈલ પાછળ છે મોટું રહસ્ય....
ક્વોટાના 20 ટકા લોકો કરી શકે છે હજ
સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, સાઉદી તંત્ર આ વર્ષે વૃદ્ધ તીર્થયાત્રીકો પર પ્રતિબંધ અને ગંભીર સ્વાસ્થ્ય તપાસ સહિત ઘણા અન્ય પ્રકારના પ્રતિબંધો પર પણ વિચાર કરી રહ્યું છે. જે મુજબ જે દેશને હજનો જેટલો ક્વોટા આપવામાં આવ્યો છે તેના 20 ટકા લોકો આ વર્ષે હજ કરી શકશે.
સાઉદીમાં કોરોનાના 1 લાખ 23 હજાર કેસ
મહત્વનું છે કે સાઉદી અરબમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. રવિવાર સુધી અહીં સંક્રમિતોની સંખ્યા 123,308 થઈ ગઈ, જ્યારે 932 લોકોના મૃત્યુ થયા છે. સાઉદીમાં કોરોનાનો પ્રથમ કેસ 2 માર્ચે સામે આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ અને મેમાં તેની ગતિમાં વધારો થયો હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube