સાઉદી અરબે પાકિસ્તાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભારતને આપી `દિવાળી ભેટ`
સાઉદી અરબે (Saudi Arabia) પાકિસ્તાન (Pakistan) ને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના નક્શામાંથી તેણે કબજો જમાવેલા કાશ્મીર (PoK), ગિલગિટ-બાલ્ટિસ્તાનને સાઉદી અરેબિયાએ હટાવી દીધા છે.
નવી દિલ્હી: સાઉદી અરબ(Saudi Arabia) એ પાકિસ્તાન (Pakistan) ને જબરદસ્ત મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના નક્શામાંથી તેણે કબજો જમાવેલા કાશ્મીર (PoK), ગિલગિટ-બાલ્ટિસ્તાનને સાઉદી અરેબિયાએ હટાવી દીધા છે. આ વિસ્તારોને તેણે સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. પીઓકેના કાર્યકર અમજદ અયૂબ મિર્ઝાએ બુધવારે ટ્વીટ કરીને આ દાવો કર્યો હતો. તેમણે ટ્વીટમાં એક તસવીર પણ શેર કરી જેમાં કેપ્શન આપવામાં આવી હતી કે ભારત માટે સાઉદી અરબની દિવાળી ભેટ-પાકિસ્તાનના નક્શામાંથી ગિલગિટ-બાલ્ટિસ્તાન અને કાશ્મીરને હટાવાયા.
ભારતે રાષ્ટ્રપતિ Emmanuel Macron ને ફૂલ સપોર્ટ જાહેર કર્યો, ફ્રાન્સે ગદગદ થઈને જાણો શું કહ્યું?
રિપોર્ટ્સ મુજબ સાઉદી અરબે 21-22 નવેમ્બરના રોજ જી-20 શિખર સંમેલનના આયોજનની પોતાની અધ્યક્ષતા માટે એક 20 રિયાલ (સાઉદી મુદ્રા)ની બેંકનોટ બહાર પાડી છે. કહેવાયું છે કે બેંકનોટ પર પ્રદર્શિત વિશ્વ મેપમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દેખાડવામાં આવ્યા નથી. તેમાં સામેની બાજુ સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝનો ફોટો અને એક સ્લોગન છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સાઉદી અરબનું પગલું પાકિસ્તાનને અપમાન કરવાના પ્રયાસથી જરાય ઉતરતું નથી. ભારતે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન હંમેશા દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરતું આવ્યું છે. આવામાં મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાનું આ પગલું તેમના માટે કોઈ ઝટકાથી કમ નથી.
VIDEO: એવો તે કયો ડર હતો પાકિસ્તાનને કે તાબડતોબ અભિનંદનની ઘરવાપસી કરાવી? હવે થયો ખુલાસો
આ અગાઉ વિદેશ મંત્રાલયે સપ્ટેમ્બર મહિનામાં કહ્યું હતું કે તેમણે 15 નવેમ્બરે થનારા કથિત ગિલગિટ બાલ્ટિસ્તાન વિધાનસભા ચૂંટણી અંગે રિપોર્ટ્સ જોયા છે અને તેના પર આકરી આપત્તિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાન સરકારને કડક વિરોધ જતાવ્યો છે અને દોહરાવ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનો એક અભિન્ન ભાગ છે.
પાકિસ્તાને બહાર પાડ્યો હતો નક્શો
પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન અંગે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે હાલમાં જ એક નવો રાજકીય નક્શો બહાર પાડ્યો હતો. જેમાં ભારતના જૂનાગઢ, સરક્રીક અને જમ્મુ કાશ્મીર તથા લદાખને પોતાના ભાગ ગણાવ્યા હતા. પાકિસ્તાને આ કૃત્ય કલમ 370ને રદ કરવાના ભારત સરકારના નિર્ણયની પ્રથમ વર્ષગાંઠ બાદ સામે આવ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube