ભારતે રાષ્ટ્રપતિ Emmanuel Macron ને ફૂલ સપોર્ટ જાહેર કર્યો, ફ્રાન્સે ગદગદ થઈને જાણો શું કહ્યું?
ભારતે ઈસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી છે. ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરતા મેક્રોન વિરુદ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ ગણાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે ઈસ્લામી કટ્ટરપંથ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આકરા વલણ બાદ તેમના પર થયેલા પર્સનલ એટેકની આકરી ટીકા કરી છે. ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સપોર્ટ જાહેર કરતા મેક્રોન વિરુદ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ ગણાવ્યો છે. ભારત તરફથી મળેલા અપાર સમર્થન પર ફ્રાન્સે પણ ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે બંને દેશ આતંકવાદની લડાઈમાં એકબીજા પર ભરોસો કરી શકે છે. આ બધા વચ્ચે ટ્વિટર ઉપર પણ #India Stands With France ટ્રેન્ડ થઈ રહ્યું છે.
વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં બહાર પાડેલા એક નિવેદનમાં બર્બર આતંકવાદી હુમલાની ટીકા પણ કરી, જેમાં ફ્રાન્સના એક શિક્ષકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી. મંત્રાલયે કહ્યું કે આતંકવાદને કોઈ પણ કારણે અને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય ઠેરવી શકાય નહી. નિવેદનમાં કહેવાયું છે કે "અમે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર અસ્વીકાર્ય ભાષામાં કરાયેલા વ્યક્તિગત હુમલાની આકરી ટીકા કરીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ છે."
Thank you @MEAIndia. France and India can always count on each other in the fight against terrorism.https://t.co/oXZ0XpKNSZ pic.twitter.com/iGylUYxUB6
— Emmanuel Lenain (@FranceinIndia) October 28, 2020
ફ્રેન્ચ ટીચરની હત્યાની ટીકા
મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે અમે બર્બર આતંકવાદી હુમલામાં ફ્રાન્સના એક ટીચરની નિર્દયતાથી હત્યાની પણ ટીકા કરીએ છીએ. જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું. અમે તેમના પરિવાર અને ફ્રાન્સના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ. વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લિનેને ટ્વીટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ જંગમાં એકબીજાનો સહયોગ કરી શકે છે.
ઈરાની મીડિયાએ મેક્રોનને બતાવ્યા રાક્ષસ
અત્રે જણાવવાનું કે ઈસ્લામી કટ્ટરપંથ પર આકરા વલણ અને પયગંબર મોહમ્મદના કાર્ટુનનો બચાવ કરવાને લઈને મેક્રોન મુસ્લિમ બહુમતીવાળા દેશોની ટીકાનો ભોગ બન્યા છે. ઈરાનીના મીડિયામાં મેક્રોનને રાક્ષસ તરીકે દેખાડવામાં આવ્યા છે. તેમના પણ કાર્ટુન છાપવામાં આવ્યા છે જેમાં તેમના લાંબા કાન છે, પીળી આંખો છે અને અણિયાળા દાંત. ઈરાનના વતન એમરોઝમાં કહેવાયું છે કે મેક્રોને દુનિયાભરના મુસ્લિમોને નારાજ કર્યા છે.
ફ્રેન્ચ ટીચરની હત્યા બાદ શરૂ થયું ઘમાસાણ
અત્રે જણાવવાનું કે 16 ઓક્ટોબરના રોજ પેરિસમાં એક ફ્રેન્ચ ટીચરની ધોળે દિવસે નિર્દયતાથી હત્યા કરી દેવાઈ હતી. તેઓ પોતાના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનું કાર્ટુન બતાવી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે