નવી દિલ્હી: કોરોના સંકટ (CoronaVirus) ના કારણે જ્યાં મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે ત્યાં ભારતીય અર્થવ્યવસ્થા(Indian economy)  વધુ પ્રભાવિત થઈ નથી. આ જ કારણ છે કે સાઉદી અરબે(Saudi Arabia)  ભારતમાં રોકાણ કરવાની પોતાની યોજનાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થાની તાકાત પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં રોકાણની તેની યોજનાઓ નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના સૌથી મોટા ઓઈલ નિકાસકાર દેશનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના સંક્રમણના ઝટકામાંથી બહાર આવીને આગળ વધવાની પૂરેપૂરી તાકાત અને ક્ષમતા રહેલી છે. 


નેપાળ: ઓલી સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સંસદ ભંગ કરવાની ભલામણ કરતા રાજકીય ભૂકંપ


યોગ્ય રસ્તે ચાલી રહી છે યોજનાઓ
ભારતમાં સાઉદી અરબના રાજદૂત ડો. સાઉદ બિન મોહમ્મદ અલ સાતી(Dr Saud bin Mohammed Al Sati)એ કહ્યું કે ભારતમાં રોકાણની અમારી યોજનાઓ યોગ્ય રસ્તે આગળ વધી રહી છે. બંને દેશ રોકાણની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં લાગ્યા છે. સાતીએ કોરોના મહામારી સંકટથી અર્થવ્યવસ્થાને બહાર કાઢવાના ભારતના ઉપાયોને બિરદાવ્યા. તેમણે કહ્યું કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અને દક્ષિણ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેણે મહામારીના હાલના સંકટની અસરમાંથી બહાર નીકળવા માટે સારા કામ કર્યા છે અને તેમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની ક્ષમતા ધરાવે છે. 


'રસી એ કોઈ Silver Bullet નથી કે આંખના પલકારામાં કોરોનાને ખતમ કરી નાખશે'


સહયોગના નવા માર્ગ ખુલ્યા
તેમણે પ્રત્યક્ષ રીતે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણે(MM Naravane) ના હાલના સાઉદી અરબ પ્રવાસનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે 2019માં વ્યુહાત્મક ભાગીદારી પરિષદ(Strategic Partnership Council) ની રચનાથી બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગના રસ્તા ખુલ્યા છે. જેમાં સુરક્ષા અને પર્યટનના ક્ષેત્ર પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે વ્યુહાત્મક ભાગીદારી પરિષદની રચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગત વર્ષ ઓક્ટોબરની રિયાધ યાત્રા સમયે કરવામાં આવી હતી. આ પરિષદ બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીઓમાં પ્રગતિની સમીક્ષા કરે છે. 


ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાન બોલ્યા PM નરેન્દ્ર મોદી કરી શકે છે 'સર્જિકલ સ્ટ્રાઇક'


સલમાને કરી હતી જાહેરાત
ગત વર્ષ ફેબ્રુઆરીમાં સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાને (Mohammed bin Salman) ભારતના પેટ્રો-રસાયણ, ઓઈલ રિફાઈનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખનન અને કૃષિ સહિત અન્ય ક્ષેત્રોમાં કુલ 100 અબજ ડોલર (લગભગ 7400 અબજ રૂપિયા)ના રોકાણની યોજનાની જાહેરાત કરી હતી. સાઉદી અરબે કહ્યું છે કે કોરોના સંકટ હોવા છતાં જાહેરાત પર કોઈ અસર પડી નથી અને રોકાણ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ આગળ વધશે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube