રહસ્યમયી ફંગસે વૈજ્ઞાનિકોને છોડાવી દીધો પરસેવો, જોવામાં લાગે છે બીજી દુનિયાના જીવ!
Biology of fungi: રિસર્ચર્સને ધરતી પર ફંગસની એક અનોખી પ્રજાતિ મળી છે જેને જોઇ વૈજ્ઞાનિકોએ તેના વિશે જાણવાનો પ્રયત્ન કરો. કાળા રંગની ફંગસને જોઇને લાગે છે કે આ કોઇ બીજી જ દુનિયામાંથી આવેલી છે.
Black earth tongue: ધરતી પર આજે પણ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠવાનો બાકી છે. આજે અમે એક એવા જ રહસ્ય વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જેને જોયા બાદ વૈજ્ઞાનિકો પણ હેરાન છે. વર્ષોની રિસર્ચ બાદ પણ વૈજ્ઞાનિકોને તેનો કોઇ યોગ્ય જવાબ મળી શક્યો નથી. રિસર્ચર્સને ધરતી પર ફંગની અનોખી પ્રજાતિ મળી છે જેને જોઇને વૈજ્ઞાનિકોએ તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. આ રહસ્યમયી ફંગસને ધરતીની જીભ (Earth Tongue Fungi) ના નામે પણ બોલાવવામાં આવે છે. આ કાળા રંગની ફંગને જોતાં લાગે છે કે આ કોઇ બીજી જ દુનિયામાંથી આવી છે.
શું છે આ ફંગસમાં અનોખું?
યૂનિવર્સિટી ઓફ અલબર્ટાના માઇકોલોજિસ્ટ ટોબી સ્પ્રિબિલેનું કહેવું છે કે આ ફંગસની દુનિયાના પ્લેટીપસ અને એચિડના છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ફંગસ એલ્ગી અથવા સાઇનોબેક્ટીરિયાની સાથે અહીને લાઇકેનની સંરચનાનું નિર્માણ કરે છે. તેને સહજીવી કહે છે. Earth Tongue Fungi ધરતીના ઉપરના પડ પર પેદા થાય છે અને પોતાની જીભ જેવી સંરચનાને હવામાં ઉઠાવે છે અને ત્યાંથી ઓક્સિઝન લે છે. કેટલીક ફંગસ ઝાડ પર પોતાની જીંદગી વિતાવે છે પરંતુ રિસર્ચમાં ખબર પડી કે ફક્ત જીનોમ સિવાય તેમાં કંઇપણ ફંગસની માફક મળ્યું નથી. તેનો વ્યવહાર્ર બિલકુલ અલગ છે.
આ શોધથી વૈજ્ઞાનિક થઇ ગયા હેરાન
પોતાની શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ દુનિયાના 9 દેશોના 30 ફંગસના જીનોમ પર સ્ટડે કરતાં જોયા તો ખબર પડે કે આ પ્રજાતિને 30 કરોડ વર્ષ પહેલાં જ પોતાને બાકી ફંગસથી અલગ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વૈજ્ઞાનિકો આ વર્ગીકરણ માટે અલગથી જેનેટિક બ્રાંચ બનાવવા પર કામ કરે છે.
ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube