ન્યૂયોર્ક: અમેરિકી રિસર્ચર્સે માણસોમાં કોવિડ-19 (Covid-19)ના સંભવિત લક્ષણોના ક્રમને ડિકોડ કરી લીધા છે. જે મુજબ કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થનાર વ્યક્તિને સૌથી પહેલા તાવ આવે છે, ત્યારબાદ ઉધરસ આવે છે, માંસપેશીઓમાં દુ:ખાવો, અને ત્યારબાદ જીવ ડોહળાવવો કે ઉલટી અને ઝાડા થતા જોવા મળે છે. કોવિડ-19 લક્ષણોનો ક્રમ જાણવાથી એક ફાયદો એ થઈ શકે છે કે દર્દીઓને તરત ચિકિત્સામાં મદદ મળી શકે છે કે પછી જેમ બને તેમ જલદી સેલ્ફ આઈસોલેશનને લઈને નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: દેશમાં સતત થઈ રહેલા 'કોરોના વિસ્ફોટ' વચ્ચે મળ્યા આ રાહતના સમાચાર


'ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થ' નામના મેગેઝીનમાં પ્રકાશિત રિસર્ચ મુજબ લક્ષણોના ક્રમને ઓળખવાથી ડોક્ટરોને દર્દીઓની સારવારની યોજના બનાવવામાં મદદ મળી શકે છે તથા કદાચ આ બીમારીને શરૂઆતમાં જ નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. અમેરિકાની દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચર પીટર કુને કહ્યું કે 'આ ક્રમ ખાસ કરીને એ જાણવામાં મહત્વપૂર્ણ છે કે આપણે કોવિડ-19 સંક્રમણના લક્ષણની જેમ થનારી ફ્લૂ જેવી બીમારીઓની સાઈકલને ક્યારે પાર કરી લે છે.'


COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો


અભ્યાસના અન્ય લેખક જોસેફ લાર્સને કહ્યું કે તેનાથી કોવિડ-19ના ઉપચાર માટે હવે સારા દ્રષ્ટિકોરણ ઉપલબ્ધ છે, જેની ઓળખ કરીને પહેલેથી જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. તાવ અને ઉધરસ મોટાભાગે વિભિન્ન પ્રકારની શ્વાસની બીમારીઓ સંબંધિત હોય છે, જેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (મર્સ) અને સાર્સ સામેલ છે. જો કે ઉપલા અને નીચલા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં લક્ષણોને જોતા કોવિડ-19ની ઓળખ થઈ શકે છે. 


ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો


વૈજ્ઞાનિકોએ લખ્યું કે ઉપલા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટ (જીવ ડોહળાવવો/ઉલટી) નીચલા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટ (ઝાડા)થી પહેલા પ્રભાવિત થવા લાગે છે. જે કોવિડ-19ના લક્ષણ છે અને તે મર્સ અને સાર્સથી વિપરિત છે. અભ્યાસકર્તાઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એકત્ર કરાયેલા ચીનમાં 55000થી વધુ કોરોના વાયરસના કેસના લક્ષણ ઘટનાના દરને જોતા થયેલા આ સંક્રમણના લક્ષણોના ક્રમની ભવિષ્યવાણી કરી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube